આગાહી:નવરાત્રી સુધી વરસાદનાં હળવાં ઝાપટાંની શક્યતા

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં ચોમાસાની ગતિવિધિઓ હવે ધીરેધીરે ઓછી થઈ રહી છે. જોકે થંડરસ્ટ્રોમના પગલે છેલ્લા ત્રણેક દિવસથી શહેરમાં વરસાદી ઝાપટું પડી રહ્યું છે. વાતાવરણમાં ભેજયુક્ત પવનોની અસ્થીરતાના પગલે નવરાત્રી સુધી થંડરસ્ટ્રોમના કારણે વરસાદી ઝાપટાં વરસશે. જોકે શહેરમાં પશ્ચિમના પવનો ફૂંકાવાનું પણ ચાલુ થયું છે. હવામાન વિભાગના મતે ઓક્ટોબરના ત્રીજા અઠવાડિયા બાદ ચોમાસું શહેરમાંથી વિદાય લઈ લે તેવી સંભાવના રહેલી છે.

શહેરમાં સોમવારના રોજ પણ બપોર બાદ વરસાદી ઝાપટું પડ્યું હતું, જેના કારણે શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હતી તેમજ તાપમાનના પારામાં 1 ડિગ્રીનો ઘટાડો પણ નોંધાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં સોમવારે મહત્તમ તાપમાનનો પારો 32.8 ડિગ્રી અને લઘુતમ તાપમાનનો પારો 25 ડિગ્રી નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...