• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • In Navapura, Vadodara, The Chairman Of The Standing Committee Took Out A Quantity Of Plastic Bags Of Desi Liquor From The Drainage Chamber.

પોલ ખૂલી ગઈ:વડોદરાના નવાપુરામાં સ્થાયી સમિતીના ચેરમેને ડ્રેનેજના ચેમ્બરમાંથી દેશી દારૂની પોટલીઓની પ્લાસ્ટિકની કોથળીઓનો જથ્થો બહાર કાઢ્યો

વડોદરા5 મહિનો પહેલા
નવાપુરા દેશી દારૂનું હબ બન્યું હોય તેમ ફલિત થાય છે. - Divya Bhaskar
નવાપુરા દેશી દારૂનું હબ બન્યું હોય તેમ ફલિત થાય છે.
  • કોર્પોરેશનના અન્જિનિયરોની પોલ તથા નવાપુરા વિસ્તારમાં વેચાણ થઇ રહેલા દેશી દારૂની પોલ ખોલી

વડોદરા કોર્પોરેશનના સ્થાયી સમિતીના ચેરમેને વહિવટી વોર્ડ નંબર 5માં સમાવિષ્ટ નવાપુરા વિસ્તારમા દુષિત પાણીનો પ્રશ્ન હલ કરવા માટે ગયેલા સ્થાયી સમિતીના ચેરમેને ડ્રેનેજના ચેમ્બરમાંથી દેશી દારૂની પોટલીઓની પ્લાસ્ટિકની કોથળીઓનો જથ્થો બહાર કાઢ્યો હતો. કોર્પોરેશનના અન્જિનિયરોની પોલ તથા નવાપુરા વિસ્તારમાં વેચાણ થઇ રહેલા દેશી દારૂની પોલ ખોલી હતી.

છેલ્લા 20 દિવસથી કાળા પાણીની સજા ભોગવતા નવાપુરા વિસ્તારમાં મુલાકાત લેવા ગયેલા સ્થાયી સમિતિ અધ્યક્ષ વરસાદી કાંસમાં પડેલી દેશી દારૂની ખાલી થેલીઓ જોઈ ચોંકી ઉઠ્યા હતા હાથમાં પાવડો લઈ ભરચક વરસાદી કાંસ માંથી કચરો કાઢતા તેઓએ તમાશો જોઈ રહેલા અધિકારીઓનો ઉધડો લીધો હતો કે તમારે શુ કરવાનું છે એ હું તમને બતાવુ છું. જોકે લાખો રૂપિયાનો પગાર લેતા અધિકારીઓ પાસેથી કડક હાથે કામ લેવાની જગ્યાએ અધ્યક્ષ પોતે સફાઈની કામગીરી કરતા સાચે જ અધિકારીઓ કામ નથી કરતા તેની સાબિતી મળી હતી.

નવાપુરા વિસ્તારમાં 20 દિવસથી કાળા પાણીની સજા ભોગવતા લોકોની અનેક રજુઆત બાદ પણ સ્થળ પર પહોંચી માત્ર ખાડા ખોદી સંતોષ માણતા નિષ્ણાત ઇજનેરોને કોઈ ભંગાણ મળતું નથી. ભાજપના કાઉન્સિલર જાગૃતિબેન કાકાએ પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર અમૃત મકવાણાને અનેક રજૂઆત કરી છે. પરંતુ કાયમ ધીમી ગતિએ કામ કરવા ટેવાયેલા પાણી પુરવઠાના અધિકારીઓએ સ્થળ પર જવાની પણ તસ્દી લીધી નહતી. અધિકારીઓ નહિ પહોંચતા આખરે શનિવારે સ્થાયી અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલને દોડવું પડ્યું હતું. તેઓએ સ્થળ સ્થિતિ તપાસી હતી. દરમિયાન કાળું પાણી આવવાનું એક કારણ વરસાદી કાંસ ભરાઈ ગઇ હોવાનો તુક્કો સુજતા ડો. હિતેન્દ્ર પટેલે કાંસનું ઢાંકણું ખોલાવ્યું હતું. જેમાં દેશી દારૂની ખાલી થેલીઓ જોવા મળતા તેઓ ચોંકી ઉઠ્યા હતા.

પ્રિમોન્સૂનની કામગીરી થતી હોવાના દાવા વચ્ચે કચરાથી ચિક્કાર ભરવાયેલી કાંસ જોઈ અધ્યક્ષે ખુદ જ પાવડો લઈ કચરો બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. બીજી તરફ લાખો રૂપિયાનો પગાર લેતા અધિકારીઓ તમાશો જોઈ રહ્યા હતા. જે જોઈને ઉધડો લેતા ડો. હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે તમારે શંુ કરવાનું છે તમારી જવાબદારી શંુ છે તે હું તમને બતાવું છું. ડો. હિતેન્દ્ર પટેલ જણાવ્યું હતું કે અધિકારીઓને તમામ વરસાદી કાંસની સફાઈ કરવા સાથે તેમાંથી પસાર થતી પાણીની લાઈન તપાસવા સૂચના આપી છે. સાંજ સુધીમાં બે ભંગાણ મળ્યા છે. જેનું સમારકામ ચાલી રહ્યું છે.

વિપક્ષી નેતા અમી રાવતે જણાવ્યું હતું કે વરસાદી ગટર ખાલી હોવી જોઈએ તેના બદલે ભરેલી મળી છે .દારૂબંધી હોવા છતાં પણ દારૂની થેલીઓ મળી આવતા પાલિકાના અધિકારીઓએ શુ પોલીસ ફરિયાદ કરી છે ? તેવો સવાલ ઉઠાવ્યો હતો.

સ્થાયી સમિતીના ચેરમેન સહિત પાલિકાના કર્મચારીઓ ચોંકી ઉઠ્યા
વડોદરા મહાનગર સેવા સદનના વહીવટી વોર્ડ નંબર 5 અને ઈલેક્શન વોર્ડ નંબર 13માં સમાવિષ્ટ નવાપુરા ,ગોદડિયાવાસ અને રબારી વાસમાં છેલ્લા ઘણા સમયથી પીવાના દૂષિત પાણીની સમસ્યા હતી. આજે પાલિકા તંત્ર દ્વારા વિસ્તારમાં તમામ ડ્રેનેજ ચેમ્બરો ખોલી તપાસ કરતા સંખ્યા બંધ દેશી દારૂની પોટલીઓની ખાલી કોથળીઓનો જથ્થો નીકળતા સ્થાયી સમિતીના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ સહિત પાલિકાના કર્મચારીઓ ચોંકી ઉઠ્યા હતા.

ડ્રેનેજ ચેમ્બરો ખોલી તપાસ કરી
વડોદરા શહેરમાં સમાવિષ્ટ નવાપુરા વિસ્તારમાં છેલ્લાં ઘણા સમયથી દૂષિત પાણીની સમસ્યા સર્જાઈ છે. આ બાબતે સ્થાનિક રહીશો સહિત વિસ્તારના કાઉન્સિલર બાળુ સુર્વે દ્વારા અનેક રજૂઆતો કરવા છતાં પણ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું ન હતું. ક્યાં કારણોસર આ વિસ્તારમાં દૂષિત પાણી આવી રહ્યું છે. તેનો ફોલ્ટ શોધવા સ્માર્ટ એન્જિનિયરો પણ નિષ્ફળ નીવડ્યા હતા. દરમિયાન આ ફોલ્ટ શોધવાનું બીડું સ્થાયી સમિતીના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલે ઝડપ્યું હતું. અને આજે તેઓ પાલિકાના કર્મચારીઓને સાથે રાખી નવાપુરા ગોદડિયા વાસ અને રબારી વાસમાં ડ્રેનેજ ચેમ્બરો ખોલી તપાસ કરી હતી.

જથ્થાબંધ દેશી દારૂની ખાલી પોટલીઓની પ્લાસ્ટિકની કોથળીઓ નીકળી.
જથ્થાબંધ દેશી દારૂની ખાલી પોટલીઓની પ્લાસ્ટિકની કોથળીઓ નીકળી.

નવાપુરા પોલીસની કામગીરી પણ શંકાના દાયરામાં
ચેરમેનની તપાસમાં ડ્રેનેજના ચેમ્બરોમાંથી જળ કરતા જથ્થાબંધ દેશી દારૂની ખાલી પોટલીઓની પ્લાસ્ટિકની કોથળીઓ નીકળતા હાજર અધિકારીઓ અને કર્મચારીઓ ચોકી ઉઠ્યાં હતા. ગટરોમાંથી દેશી દારૂની આટલી મોટી સંખ્યામાં ખાલી પોટલીઓ મળી આવતા નવાપુરા દેશી દારૂમાં હબ બન્યું હોય તેમ ફલિત થાય છે. જ્યારે બીજી તરફ નવાપુરા પોલીસની કામગીરી પણ શંકાના દાયરામાં આવી હતી.

દુષિત પાણીનો પ્રશ્ન વહેલી તકે હલ કરવામાં આવશે તેવી હૈયાધારણ આપી.
દુષિત પાણીનો પ્રશ્ન વહેલી તકે હલ કરવામાં આવશે તેવી હૈયાધારણ આપી.

સ્થાનિકોને ખરાબ દુષણથી દુર રહેવા અપીલ
આ અંગે સ્થાયી સમિતીના અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલે નવાપુરા વિસ્તારના સ્થાનિકોને ખરાબ દુષણથી દુર રહેવા અપીલ પણ કરી હતી. તેમજ આ વિસ્તારમાં આ દુષણને નાથવા આગામી દિવસોમાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ વિસ્તારમાં દુષિત પાણીનો પ્રશ્ન વહેલી તકે હલ કરવામાં આવશે. તેવી હૈયાધારણ આપી હતી.

પાલિકામાંથી માગ્યું તોય પાણીનું ટેન્કર નહીં આવતાં મહિલા કાઉન્સિલરે 35 જગ મોકલ્યા
નવાપુરામાં છેલ્લા 20 દિવસથી કાળું પાણી આવતું હોવાથી ભાજપના સ્થાનિક મહિલા કાઉન્સિલર જાગૃતિ કાકાએ ટેન્કર આપવા માંગ કરી હતી. જોકે તેમ છતાં પાણી નહિ મળતા શનિવારે સવારે તેઓએ 35 જેટલા પાણીના જગ મારફતે લોકોને પાણી પહોચાડ્યું હતું. તેઓએ આ માટે અધિકારીઓ કામ નહીં કરતા હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા.

સ્થાયીમાં ઇજનેરે કાન પકડ્યા, મારી ભૂલ થઈ
સ્થાયી સમિતિની બેઠકમાં ઇલેક્શન વોર્ડ 13ના કાઉન્સિલરની ફરિયાદ હતી કે, વોર્ડ 5ના ઇજનેર તેમનો ફોન ઊંચકતા નથી અને કશું સાંભળતા નથી. જેને પગલે બેઠકમાં તેમને બોલાવ્યા હતા અને તેમનો ઉધડો લેતાં અધિકારીએ બે કાન પકડી ભૂલ કબૂલવાની તૈયારી બતાવી હતી, પરંતુ સ્થાયી સભ્યોએ ફોન ઊંચકવાની તાકીદ કરી જવા દીધા હતા.