તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચેઇન સ્નેચિંગ:વડોદરામાં રાત્રિ કર્ફ્યૂમાં મહિલાના ગળામાંથી સોનાની ચેઇન તોડીને બાઇક સવાર બે લૂંટારૂઓ ફરાર, પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • લૂંટના બનાવથી થોડે જ દૂર ટ્રાફિક પોલીસ ઉભી હતી, તેમ છતાં લૂંટારૂઓ સોનાની ચેઇન લૂંટી ફરાર થઇ ગયા

વડોદરા શહેરમાં રાત્રિ કર્ફ્યૂ દરમિયાન બાઇક સવાર બે લૂંટારૂઓ મહિલાના ગળામાંથી સોનાની ચેઇન તોડી ફરાર થઇ ગયા હતા. જેને પગલે પોલીસ તંત્રના કર્ફ્યૂના કડક અમલની પોલ ખૂલી પડી ગઇ હતી. પોલીસે કર્ફ્યૂ દરમિયાન લૂંટ ચલાવનાર અજાણ્યા લૂંટારૂઓ સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

મહિલાના ગળામાંથી સોનાની ચેઇન લૂંટી બે શખસો ફરાર થઇ ગયા
વડોદરા શહેરના છાણી વિસ્તારમાં રહેતા 35 વર્ષીય મિતલબેન મેકવાન મોડી રાત્રે સમા-સાવલી રોડ પરની ઓરલ હોસ્પિટલ ખાતેથી એક્ટિવા મોપેડ ઉપર પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે સમયે ગોપીનાથ હોસ્પિટલ પાસે બે ઉભેલા બે અજાણ્યા વ્યક્તિએ તેમનો પીછો કર્યો હતો અને મિલેટ્રી બોયઝ ચાર રસ્તા સર્કલ પાસે રાત્રે સવા આઠ વાગ્યાના સમયે બાઈક સવાર બંને શખસોએ મહિલાની નજીક ધસી જઇને ગળામાંથી સોનાની ચેઇન લૂંટી ફરાર થઇ ગયા હતા.

ગળામાંથી ચેઇન લૂંટાતા જ મહિલાએ બુમો પાડી હતી
કોરોનાની ચેઇન તોડવા માટે સરકાર દ્વારા રાત્રે 8 વાગ્યા પછી કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે, ત્યારે કર્ફ્યૂ શરૂ થવાના સમયે મહિલાને ઘરે જવાની ઉતાવળ હોવાથી, તે સમયે લૂંટારૂ ટોળકી મોપેડ ઉપર પસાર થઇ રહેલી મહિલાના ગળામાંથી 25 હજાર રૂપિયાની કિંમતની સોનાની ચેઇન તોડી ફરાર થઇ ગયા હતા. લૂંટના બનાવથી થોડે જ દૂર ટ્રાફિક પોલીસ ઉભી હતી. તેમ છતાં, લૂંટારૂઓ મહિલાના ગળામાંથી સોનાની ચેઇન લૂંટી ફરાર થઇ ગયા હતા. મિત્તલબહેને ગળામાંથી ચેઇન લૂંટાતા જ બુમો પણ પાડી હતી, પરંતુ, લૂંટારૂઓ ફરાર થઇ જવામાં સફળ રહ્યા હતા.

પોલીસે બે લૂંટારૂ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
મોડી રાત્રે મિલેટ્રી બોઇઝ ચાર રસ્તા પાસે બનેલા આ બનાવે વિસ્તારમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી. દરમિયાન મિતલબહેન મેકવાને ફતેગંજ પોલીસ મથકમાં જઇ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા બાઇક સવાર બે લૂંટારૂ સામે લૂંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...