તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ધરપકડ:વડોદરામાં પોલીસને ચકમો આપીને ફરાર થઇ ગયેલો ચેઈન સ્નેચર ગણતરીના કલાકોમાં ઝડપાયો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફરાર થઇ ગયેલો આરોપી પકડાયો

વડોદરા શહેરના પાણીગેટ પોલીસે બે દિવસ પૂર્વે ચેઇન સ્નેચીંગના ગુનામાં ધરપકડ કરેલ આરોપી પોલીસ મથકના જવાનોને ચકમો આપી પોલીસ મથકમાંથી ફરાર થઇ ગયો હતો. જોકે ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીને ફરીથી ઝડપી પાડ્યો છે. મોડી સાંજે પોલીસ મથકમાંથી ફરાર થઇ ગયેલા આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે દોડધામ કરી મૂકી હતી. આ સપ્તાહ દરમિયાન વાઘોડિયા રોડ સુલેમાની ચાલ પાસેથી પસાર થતી એક મહિલાના ગળામાંથી બાઇક સવાર બે લૂંટારૂ સોનાની ચેઇન તોડી ફરાર થઇ ગયા હતા.

પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી
આ બનાવની ફરિયાદ પાણીગેટ પોલીસ મથકમાં નોંધાઇ હતી. જોકે, ક્રાઇમ બ્રાંચની ટીમે સી.સી. ટી.વી. ફૂટેજના આધારે લૂંટારૂઓએ વાપરેલી બાઇકના નંબરના આધારે મહિલાના ગળામાંથી સોનાની ચેઇનની લૂંટ ચલાવી ફરાર થઇ ગયેલા આરોપી અજય રતીલાલ વસાવા (રહે. બાવચા વાડ, પાણીગેટ) અને સુનિલ કસ્તુર વાઘેલા (દેવીપુજક) રહે. બાવચા વાડ, પાણીગેટ)ની તા.16 સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરી હતી. અને બંનેને પાણીગેટ પોલીસ મથકના હવાલે કરી દીધા હતા. ક્રાઇમ બ્રાંચે આરોપીઓ પાસેથી લૂંટ કરેલી સોનાની ચેઇન અને ગુનામાં વાપરેલ બાઇક પણ કબજે કરી હતી.

આરોપી ફરાર થતાં પોલીસે ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં હતા
પાણીગેટ પોલીસના હવાલે કરવમાં આવેલા ગુનાહિત ભૂતકાળ ધરાવતા બંને આરોપીઓ પૈકી અજય રતીલાલ વસાવા સાંજે પાણીગેટ પોલીસ મથકમાંથી પોલીસ જવાનોને ચકમો આપી ફરાર થઇ ગયો હતો. રીઢો ગુનેગાર અજય વસાવા ફરાર થઇ જતાં પોલીસે તેને ઝડપી પાડવા માટે દોડધામ કરી મુકી હતી. વાહનોથી ધમધમતા મુખ્ય માર્ગ ઉપર આવેલા પાણીગેટ પોલીસ મથકમાંથી સમી સાંજે આરોપી ફરાર થઇ જતાં શહેર પોલીસ તંત્રમાં ચકચાર મચી ગઇ હતી. જોકે પોલીસે તેને ગણતરીના કલાકોમાં જ ફરી ઝડપી પાડ્યો છે. આરોપી અજય પરમાર અને તેના સાગરીત સુનિલ વાઘેલા સામે શહેરના ગોત્રી પોલીસ મથકમાં બે અને પાણીગેટ પોલીસ મથકમાં બે ગુનાઓ નોંધાયેલા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો