શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલા સીએચ જ્વેલર્સ ના જનરલ મેનેજરે દોઢ વર્ષના ગાળામાં ગ્રાહકોના નામના બોગસ ક્રેડિટ સ્લીપ બનાવી શોરૂમમાંથી ૪ કરોડના સોનાના સિક્કા મેળવી લેવાના બનાવમાં પોલીસે શો રુમના જનરલ મેનેજર વિરલ સોની તથા તરજ દીવાનજીના 11 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. વિરલ સોની અને તરજે શહેરના 2 સ્થાનિક જ્વેલર્સને કમિશનથી સોનાના સિક્કા વેચ્યા હોવાનું તપાસમાં જણાતાં પોલીસે આ બંને જ્વેલર્સને બોલાવી પુછપરછ કરવાની તજવીજ કરી હતી.
તપાસમાં બહાર આવ્યું હતું કે 10 ગ્રામનો એક સિક્કો વેચવામાં 700 રુપીયાનું કમિશન મળતું હતું. સીએચ જ્વેલર્સ માં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા વિરલ નવીનચંદ્ર સોની (રહે રામીનપાર્ક ઓપીરોડ) એ એક જ પ્રકારના નામ વાળી અને એક જ પ્રકારની રકમની સ્લિપો દ્વારા બિલો બનાવી 4 કરોડના સોનાના સિક્કા મેળવી લઇ ઠગાઇ કરી હોવાનું બહાર આવ્યા બાદ તેમણે વિરલ સોનીને બોલાવીને પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે તેને પૈસાની જરૂર હોવાથી મીત પટેલ માનવ પટેલ અને માર્મિક પટેલના નામની બોગસ ક્રેડિટ સ્લીપો બનાવી આ બનાવેલા બિલો ક્લિપો કોમ્પ્યુટરમાં નાખી સોનાના સિક્કા શો રૂમ માંથી મેળવી લેતો હતો.
અને ત્યારબાદ કોમ્પ્યુટર સિસ્ટમ હેક કરી પાસવર્ડ ડીલીટ કરી નાંખતો હતો તેણે માલિકને પણ ખોટો હિસાબ આપ્યો હતો તેણે ખોટી કેશ ક્રેડીટ ઊભી કરી પાસવર્ડ દ્વારા સોનાના સિક્કા મેળવી લીધા હતા વધુ તપાસમાં બહાર આવ્યું હતું કે તેણે છેલ્લા દોઢ વર્ષમાં 7853 ગ્રામ ના ચાર કરોડની કિંમતના સિક્કા તેના મિત્ર તરજ દીવાનજીને કમિશનથી વેચી દીધા હતા.
પોલીસે વિરલ સોની અને તરજ દીવાનજીને ઝડપી લઇ 11 દિવસના રિમાન્ડ મેળવી તપાસ કરતાં શહેરના 2 જ્વેલર્સને કમિશનથી વેચાયાનું બહાર આવતાં બંનેએ કેટલામાં સિક્કા વેચ્યા હતા અને કેટલું કમિશન મળ્યું હતું તે સહિતના મુદ્દા પર તપાસ શરુ કરાઇ હતી. જેમાં બહાર આવ્યું હતું કે 10 ગ્રામનો સિક્કો વેચવામાં રૂા.700નું કમિશન મળતું હતું. આ ઉપરાંત કોંભાડમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તેની તપાસ તથા બેંક ખાતાઓની તપાસ અને બંનેના કોલ ડિટેઇલની પણ તપાસ કરાઇ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.