તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓફિસમાં જ છટકું:CGSTના અધિક્ષક અને ઇન્સ્પેક્ટર 2.50 લાખની લાંચ લેતા ઝડપાયા

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
નીતીન ગૌતમ, અધિક્ષક - Divya Bhaskar
નીતીન ગૌતમ, અધિક્ષક
  • કંપનીને સીલ ન મારવા10 લાખ માગ્યા
  • બાસ્કાની જયકુબેર ફ્લો એન્ડ ફુડમાં 15 જૂને સર્ચ કર્યું ત્યારે સંચાલક પાસેથી ~50 હજાર પડાવ્યા હતા, સાંજે બંનેના ઘરે ACBનું સર્ચ

હાલોલના બાસ્કા ગામમાં આવેલી જયકુબેર ફ્લો એન્ડ ફુડ પ્રોડક્ટસ પ્રા.લી. નામની કંપનીમાં સર્ચ કર્યા બાદ કંપનીને સીલ નહી મારવાના બદલામાં સેન્ટ્રલ જીએસટીના અધિક્ષકે રૂા.10 લાખની લાંચની માંગણી કરનાર સેન્ટ્રલ જીએસટીના અધિક્ષક (વર્ગ-2) અને ઇન્સ્પેક્ટર (વર્ગ-3)ને રૂા.2. 50 લાખની લાંચ લેતા ઝડપાયા હતા.

સેન્ટ્રલ જીએસટીના અધિક્ષક નીતીનકુમાર રામસિંગ ગાૈતમે તેમજ અન્ય કર્મચારીઓએ તા.15 જુને મિનરલ વોટર, નમકીન અને સોફ્ટ ડ્રિક્સનું પ્રોડક્શન કરતી જયકુબેર ફ્લો એન્ડ ફુડ પ્રોડક્ટસ પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં સર્ચ કરી પંચનામુ કર્યું હતું. જીએસટી વિભાગે ત્યાર બાદ કંપનીના વેપારીને સમન્સ આપીને તા.22મીએ હાજર રહેવા માટેનું જણાવ્યું હતું. જે તે સમયે અધિકારી નીતીનકુમાર રામસિંગ ગાૈતમે જણાવ્યું હતું કે, જો રૂપિયા આપશો તો વાત થશે અને કંપનીને સીલ નહીં મારીએ. જેના બદલામાં રૂા.10 લાખની માંગણી કરી ઓફિસમાં ઇન્સ્પેક્ટર શિવરાજને આપવા કહ્યું હતું. કંપનીમાં સર્ચ સમયે વેપારી પાસેથી અધિક્ષકે રૂા.50 હજાર લીધા હતા. અધિકારીએ રૂા.10 લાખની માંગણી કરતા વેપારીએ એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી.

શિવરાજ મીના, ઇન્સ્પેક્ટર
શિવરાજ મીના, ઇન્સ્પેક્ટર

દરમિયાનમાં અધિક્ષકે વેપારીને લાંચની રકમના રૂા.2.50 લાખ ઇન્સ્પેક્ટર શિવરાજ સત્યનારાયણ મીણાને આપી દેવાનું જણાવ્યું હતું. એસીબી પી.આઇ. જે.એમ.ડામોર તેમજ અન્ય અધિકારીઓએ મંગળવારે સુભાનપુરા સ્થિત સીજીએસટીની કચેરી છટકુ ગોઠવી અધિક્ષક નીતીન ગૌતમ અને ઇન્સ્પેક્ટર શિવરાજ મીણાને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયા હતા. અેસીબી દ્વારા બન્ને અધિકારીઓના ઘરે સાંજે સર્ચ હાથ ધરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...