વેક્સિનનો આંક વધારવા ગોટાળો:વડોદરામાં રસીનો સેકન્ડ ડોઝ લીધા વગર 71 લોકોના સર્ટિફિકેટ જનરેટ થઇ ગયા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વેક્સિનનો આંક વધારવા માટે ગોટાળા કરાયા હોવાનો તાંદલજાના રહીશોનો આક્ષેપ
  • બીજો ડોઝ લેવા માટે વેક્સિનેશનનો સ્લોટ બુક ન થતાં તાંદલજા વિસ્તારના રહીશો અટવાયાં

શહેરના તાંદલજા વિસ્તારમાં પહેલો ડોઝ લીધા બાદ બીજા ડોઝ પહેલા 71 લોકોને વેક્સિન લીધાનું સર્ટિફિકેટ ઇશ્યુ થતા અનેક આક્ષેપ થઈ રહ્યા છે. સ્થાનિક લોકોએ આ પ્રકારનો ગોટાળો કરનાર સામે પોલીસ ફરિયાદ કરવા માંગ કરી હતી. એક તરફ પ્રથમ ડોઝનું 100 કરોડ રસીકરણ થતા ઉજવણી કરવામાં આવી રહી છે.

બીજી તરફ શહેરના તાંદલજા વિસ્તારમાં રસી પ્રત્યેની અનેક ભ્રમણાઓ વચ્ચે મોટી સંખ્યામાં લઘુમતી સમાજના લોકોએ પહેલો ડોઝ મુકાવ્યો છે. પરંતુ પહેલો ડોઝ લેનારા લોકોને બીજો ડોઝ લીધા પહેલા જ બીજા ડોઝના સર્ટિફિકેટ ઇશ્યુ થતા ભારે આશ્ચર્ય સર્જાયું હતું. તાંદલજા વિસ્તારમાં જ 71 લોકો એવા સામે આવ્યા છે જેમણે વેક્સિનનો પહેલો ડોઝ લીધા બાદ બીજો ડોઝ લીધો હોવાના સર્ટિફિકેટ ઇશ્યુ થયા છે. જેના કારણે વેક્સિનનો આંક વધારવા માટે ગોટાળા કરવામાં આવ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.

બીજા ડોઝના સર્ટિફિકેટ ઇશ્યુ થવાના બનાવમાં જે લોકોએ પહેલો ડોઝ લીધો છે તેમનો બીજો ડોઝ બીજી કોઈ વ્યક્તિને આપવામાં આવ્યો છે કે કેમ? તેવી અનેક ચર્ચાઓએ વિસ્તારમાં ભારે જોર પકડ્યું છે. જોકે આ આવા ગોટાળા કરનાર સામે પોલીસ ફરિયાદ કરવા લોક માંગ ઉઠી છે.

જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી થવી જોઇએ
તાંદલજા એકતા મંચના વસીમ શેખે જણાવ્યું હતું કે માર્ચ મહિનાથી અમે સતત વેક્સિનેશન અંગેની જાગૃતિ માટે પ્રયાસ કર્યા હતા અને અમે મેગા વેક્સિનેશન કેમ્પ પણ યોજયા છે. પરંતુ પહેલા ડોઝ લીધા બાદ 71 લોકોને બીજો ડોઝ લીધાના સર્ટિફિકેટ ઇશ્યુ થતા લોકો ભ્રમિત થઈ રહ્યા છે. લોકો બીજું સર્ટિફિકેટ આવી ગયા બાદ વેક્સિન મુકાવવા જતા અચકાય છે. ત્યારે આ પ્રકારની ભૂલ કરનાર જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી થવી જોઈએ.

બુધવારે 11,812 લોકોએ રસી લીધી
​​​​​​​શહેરમાં બુધવારે 18થી 44 વય જૂથમાં 1,362 લોકોએ રસીનો પહેલો ડોઝ મુકાવ્યો હતો. જ્યારે 6,416 લોકોએ રસીનો બીજો ડોઝ મુકાવ્યો હતો. 2 હેલ્થકેર વર્કરોએ રસીનો બીજો ડોઝ મુકાવ્યો છે. પ્રથમ ડોઝની ટકાવારી 98.60 થઇ છે.

પોર્ટલ પર ટેક્નિકલ એરર આવતી હોય છે
વેક્સિનેશન માટેનું પોર્ટલ ઘણું મોટું છે. તેમાં અવારનવાર ટેક્નિકલ એરરના કારણે સર્ટિફિકેટ ઇશ્યુ થઈ રહ્યા છે. જો રસી લીધા વિના જો સર્ટિફિકેટ ઇશ્યુ થયું હોય તેવાને રસી મૂકી આપીએ છીએ. - ડો. દેવેશ પટેલ,આરોગ્ય અમલદાર

તપાસ કરી તો કહ્યું કે તમે તો રસી મૂકાવી છે
મારે ખરીદી કરવા માટે રાજ્યની બહાર જવાનું હોય છે. બીજા ડોઝ માટે મેં તપાસ કરી તો મને જાણવા મળ્યું કે મારા નંબર પર તો બીજા ડોઝનું સર્ટિફિકેટ ઇશ્યુ થઈ ગયું છે. - ઐયુબ ટેલર, તાંદલજા

​​​​​​​બીજા ડોઝનું સર્ટિ. આવી જતા સ્લોટ બુક થતો નથી
તાંદલજામાં યોજાયેલા વેક્સિનેશન કેમ્પમાં 85 દિવસ પહેલા રસી મુકાવી હતી. બીજા ડોઝનું સર્ટિ. ઇશ્યુ થતાં મારે રસી મુકાવવી છે પરંતુ સ્લોટ બુક થતા નથી. - રિઝવાન સૈયદ, તાંદલજા

અન્ય સમાચારો પણ છે...