એજ્યુકેશન:વિદ્યાર્થીઓની સુવિધા માટે સેન્ટ્રલ યુનિવર્સિટીએ તૈયાર કર્યો ક્રેશ કોર્સ

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સ્માર્ટફોન કે ઇન્ટરનેટ ના ધરાવતાં માટે ટીવી પર પ્રસારિત કરાશે
  • રિમોટ એરિયાના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી લેક્ચર તૈયાર કરાયા

વિદ્યાર્થીઓ માટે સેન્ટ્રલ યુનિવર્સિટીએ ક્રેશ કોર્સ તૈયાર કર્યો છે, જે ટીવી પરથી પ્રસારિત થશે. લોકડાઉન દરમિયાન દેશભરમાં કોલેજ અને યુનિવર્સિટીનો ઓનલાઇન સ્ટડી સિલેબસ પૂરો કરવામાં આવ્યો હતો. જોકે દેશમાં ઘણા વિદ્યાર્થીઓ એવા છે જેમની પાસે સ્માર્ટફોન કે ઇન્ટરનેટની સુવિધા નથી અને તેઓ ઓનલાઇન ક્લાસમાં હાજર રહી શક્યા નથી. આ વિદ્યાર્થીઓ માટે સ્વયંપ્રભા પ્લેટફોર્મના માધ્યમથી અભ્યાસક્રમ ચલાવવામાં આવશે.

સેન્ટ્રલ યુનિવર્સિટીના ફેકલ્ટી મેમ્બર સાથે મળીને વિદ્યાર્થીઓ માટે એજ્યુકેશન કન્ટેન્ટ તૈયાર કરાયા છે. આ કન્ટેન્ટ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના પ્રોજેક્ટ સ્વયંપ્રભાની મદદથી પ્રસારિત કરવામાં આવશે. આ કેમ્પેઇનમાં સેન્ટ્રલ યુનિવર્સિટીની ફેકલ્ટીના કુલ 300 કલાકના લેક્ચર રેકોર્ડ કરવામાં આવ્યાં છે. જેનું પ્રસારણ ટીવીના માધ્યમથી કરવામાં આવશે, જેથી ગામડામાં રહેતા વિદ્યાર્થીઓ સરળતાથી અભ્યાસ કરી શકે. દેશના રિમોટ એરિયામાં રહેતા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને લેક્ચર તૈયાર કરવામાં આવ્યાં છે. વિદ્યાર્થીઓ પાસે હવે ઓછો સમય રહ્યો છે ત્યારે 40થી 50 કલાકના લેક્ચરની લંબાઇ ઓછી કરીને 10થી 15 કલાક સુધીની કરી દેવામાં આવી છે, તેનાથી વિદ્યાર્થીઓ ઝડપથી શીખી શકશે અને ઓછા સમયમાં વધારે સિલેબસ કવર કરી શકાશે. કેન્દ્ર સરકારે સ્વયંપ્રભા પ્રોજેક્ટમાં 32 ડીટીએચ ચેનલને સામેલ કરી છે.

24 કલાક સુધી એજ્યુકેશન સાથે જોડાયેલા પ્રોગ્રામ દેખાડવામાં આવશે. એક પ્રોગ્રામ દિવસમાં ઘણી બધીવાર રિપીટ કરવામાં આવશે, જેને લઇને વિદ્યાર્થીઓ તેમની સુવિધા અનુસાર લેક્ચર એટેન્ડ કરી શકે. ગામડામાં રહેતા વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે આ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. જેના માટે વિવિધ પાસાંઓને પણ ધ્યાનમાં લેવાયા છે.

અન્ય સમાચારો પણ છે...