વિદ્યાપીઠની કાર્યવાહી પર શંકા:સુમનદીપ રેગિંગકાંડમાં સેન્ટ્રલ કમિટીની તપાસ

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • રેગિંગનો શિકાર બનેલા વિદ્યાર્થીને બોલાવાયો
  • વાલીએ​​​​​​​ કહ્યું મારો પુત્ર હજીય માનસિક આઘાતમાં છે

સુમનદિપ વિદ્યાપીઠમાં વિદ્યાર્થી પર થયેલા રેગીંગની મુદ્દે સેન્ટ્રલ રેગિંગ કમિટીમાં આજે ફરિયાદી અને તેના પુત્રની પુછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. તો બીજી તરફ જેણે ફરિયાદ કરી એ વિદ્યાર્થીની નાદુરસ્તાના કારણે હાજર નહી રહેતા આજે ફક્ત વાલીનું જ નિવેદન લેવામાં આવ્યું છે. અને કમિટી દ્વારા આરોપી વિદ્યાર્થીઓને નોટિસ આપી તેઓને સાબીત કરવા માટે એક મોકો આપવામાં આવશે. અને કમિટી દ્વારા પાચ- છ દિવસ પછી ફરિયાદી વિદ્યાર્થીનું પણ નિવેદન લેવામાં આવશે. અને તેના બાદ તમામ તારણો કાઢવામાં આવશે અને નિર્ણય લેવાશે.

આરોપી વિદ્યાર્થીઓેને પણ સેન્ટ્રલ રેગિંગ કમિટી દ્વારા આગામી દિવસોમાં બોલાવવામા આવશે અને ત્યારબાદ તેઓના પણ નિવેદનો લેવામાં આવશે. ફરિયાદીએ જણાવ્યું હતુ કે તેના પુત્ર સાથે થયેલી ઘટના બાદ હજુ પણ તેની માનસિક અસર જોવા મળી રહી છે .તમામ જરૂરીયાત લાગતા વ્યક્તિઓના નિવેદનો લીધા બાદ આ કમિટી દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને તેના આધારે આરોપી વિદ્યાર્થીઓને એક મોકો આપવો કે પછી ડિટેઈન કરવા એ બાબત પર ચર્ચાઓ કરાશે.

મહત્વનું છે કે ગત ડિસેમ્બર મહિનામાં ફરિયાદ એન્ટી રેગીંગ કમિટીમાં કરવામાં આવી હતી. અને આ કમિટી દ્વારા ત્રણ સિનિયરોને સસ્પેન્ડ પણ કરાયા હતા. ત્યારે એન્ટી રેગીંગ કમિટી દ્વારા હજુ સુધી કોઈપણ નિર્ણય નહી લેવાતા વાલી અસમંજસમાં મુકાયા છે. હજુ પણ કોઈપણ પ્રકારનો નિર્ણય નહી લેવાતા ફરિયાદી દ્વારા વિદ્યાપીઠની કાર્યવાહી પર શંકા વ્યક્ત કરી રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...