વડોદરા શહેરમાંથી રોજબરોજ 800થી 1000 ટન કચરો ઉપાડવામાં આવે અને જાંબુઆ ખાતે ઠાલવવામાં આવે છે. વર્ષોથી કચરાનો નિકાલ નહી કરવામાં આવતા જાંબુઆ ખાતે 4 લાખ ટન કચરો એકત્ર થયો હતો. જોકે છેલ્લા 4 વર્ષથી કચરાના નિકાલનો પ્રોસેસ શરૂ થતાં હવે માત્ર 75 હજાર ટન કચરો સ્થળ પર હોવાનો તંત્ર દાવો કરી રહ્યું છે.
સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત શહેરમાં પાલિકા 7 સ્ટાર રેટિંગ માટે મથામણમાં લાગી છે. જેમાં તેઓ દવારા શહેરીજનો પાસે સૂચનો મંગાવાઇ રહ્યા છે. બીજી તરફ શહેરમાં રોજબરોજ 800થી 1000 ટન કચરો એકત્ર કરી તેને જાંબુઆ લેન્ડફિલ ખાતે ઠાલવવામાં આવે છે. જોકે છેલ્લા ઘણા સમયથી ત્યાં પ્રોસેસિંગની કામગીરી નહીં થતી હોવાથી કચરાનો ડુંગર બન્યો હતો અને આસપાસના લોકોને ભારે પરેશાની થઈ રહી હતી.
જોકે હવે રોજના 27 હજાર ટન કચરાનો નિકાલ કરવામાં આવતો હોવાનો દાવો તંત્રએ કર્યો છે. જેમાં ત્યાં 4 લાખ ટન કચરો એકત્ર થયો હતો. જેને છેલ્લા સાડા ચાર વર્ષથી પ્રોસેસ કરી નિકાલ કરવામાં આવી રહ્યો છે. સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો હિતેન્દ્ર પટેલે સ્થળ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, 4 લાખ ટન કચરાનો ડુંગર હવે 75 હજાર ટન રહ્યો છે. 3.25 લાખ ટન કચરો પ્રોસેસ થઈ ચૂક્યો છે. જેમાંથી ખાતર અને સિમેન્ટ મળી રહ્યો છે. તદુપરાંત ઓઇલ જેવો પદાર્થ પણ મળી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.