તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમેરિકામાં અન્નકૂટ:121 અવનવી સામગ્રી-વાનગીઓ સાથે એટલાન્ટાની ગોકુલધામ હવેલીમાં ભવ્ય અન્નકૂટ મહોત્સવની ઉજવણી

એટલાન્ટા5 મહિનો પહેલા
કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરીને એટલાન્ટાની ગોકુલધામ હવેલીમાં ભવ્ય અન્નકૂટ મહોત્સવની ઉજવણી કરાઈ - Divya Bhaskar
કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરીને એટલાન્ટાની ગોકુલધામ હવેલીમાં ભવ્ય અન્નકૂટ મહોત્સવની ઉજવણી કરાઈ
  • માસ્ક પહેરીને તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી શ્રદ્ધાળુઓએ અન્નકૂટના દર્શન કર્યાં
  • કોરોનાને કારણે અન્નકૂટ મહોત્સવનું યૂ-ટ્યૂબ અને ફેસબુક પર લાઇવ કરાતા 15 હજાર શ્રદ્ધાળુઓએ દર્શનનો લ્હાવો લીધો

અમેરિકાના એટલાન્ટા સિટીમાં સ્થપાયેલી ગોકુલધામ હવેલી ખાતે નૂતન વર્ષ નિમિત્તે રવિવારે ગોવર્ધનપૂજા સાથે અન્નકૂટ મહોત્સવની આસ્થાપૂર્વક ઉજવણી કરાઇ હતી. કોરોના મહામારીને કારણે જ્યોર્જિયા સ્ટેટ ગર્વમેન્ટના નિયમોનું પાલન કરીને યોજાયેલા આ અન્નકૂટ મહોત્સવ વેળા માસ્ક પહેરીને તેમજ સોશ્યિલ ડિસ્ટન્સિંગ જાળવી શ્રદ્ધાળુઓએ શ્રી ઠાકોરજી તેમજ અન્નકૂટના દર્શન કર્યા હતા. 121 અવનવી સામગ્રી-વાનગીઓ સાથે આયોજિત આ ભવ્ય અન્નકૂટ મહોત્સવનું ગોકુલધામ હવેલીની યૂ-ટયૂબ ચેનલ અને ફેસબુક પર લાઇવ ટેલિકાસ્ટ કરાયું હતું.

વૈષ્ણવ શ્રદ્ધાળુઓએ ગોવર્ધનજીની પરિક્રમા કરી
વડોદરાના કલ્યાણરાયજી મંદિરના ષષ્ઠપીઠાધીશ્વર વૈષ્ણવાચાર્ય પૂ.દ્વારકેશલાલજી મહારાજના માર્ગદર્શન હેઠળ એટલાન્ટાની ગોકુલધામ હવેલીમાં નૂતન વર્ષની ઉજવણી પ્રસંગે રવિવારે અન્નકૂટ મહોત્સવ યોજાયો હતો. ગોકુલધામમાં બિરાજમાન શ્રી ગોવર્ધનનાથજી અને શ્રી કલ્યાણરાયજી પ્રભુના સાંનિધ્યમાં રવિવારે સવારે 9 થી 10.30 સુધી હવેલીના દર્શન ચોકમાં ગોવર્ધનપૂજા યોજાઇ હતી. જેનો વૈષ્ણવ શ્રદ્ધાળુઓએ લ્હાવો લઇ ગોવર્ધનજીની પરિક્રમા કરી હતી.

એટલાન્ટાની ગોકુલધામ હવેલીમાં ભવ્ય અન્નકૂટ મહોત્સવની ઉજવણી
એટલાન્ટાની ગોકુલધામ હવેલીમાં ભવ્ય અન્નકૂટ મહોત્સવની ઉજવણી

શ્રી ઠાકોરજીના ભોગ અર્થે અન્નકૂટ મહોત્સવ યોજાયો
ત્યારબાદ બપોરે 2 થી રાત્રે 7 વાગ્યા સુધી શ્રી ઠાકોરજીના ભોગ અર્થે અન્નકૂટ મહોત્સવ યોજાયો હતો. વર્ષ-2020 નો આ અન્નકૂટ મહોત્સવ કોરોના મહામારી વેળા યોજાયો હોઇ જ્યોર્જિયા સ્ટેટ ગર્વમેન્ટના દિશા-નિર્દેશો મુજબ દર્શનાર્થીઓ માટે હેન્ડ સેનેટાઇઝર તેમજ માસ્કની વ્યવસ્થા કરાઇ હતી. આ ઉપરાંત સોશ્યિલ ડિસ્ટન્સિંગ જાળવવા દર્શનાર્થીઓને 6-6 ફુટના અંતરે કતારમાં ઊભા રાખી શ્રી ઠાકોરજી તેમજ અન્નકૂટના દર્શન કરાવાયા હતા.

ફરજિયાત માસ્કના નિયમનું પાલન કરીને વૈષ્ણ‌વ શ્રદ્ધાળુઓએ ગોકુલધામના વ્યવસ્થાપકોને સહકાર આપ્યો હતો. પાંચ કલાકના અન્નકૂટ મહોત્સવ દરમિયાન યોજાયેલી બે મહાઆરતીનો લ્હાવો લઇ શ્રદ્ધાળુઓ ધન્ય બન્યા હતા.

બાળકોએ પણ અન્નકૂટ મહોત્સવમાં ભાગ લીધો હતો
બાળકોએ પણ અન્નકૂટ મહોત્સવમાં ભાગ લીધો હતો

શ્રદ્ધાળુઓએ ઘેરબેઠાં શ્રી ઠાકોરજીના અને અન્નકૂટ મહોત્સવના દર્શનનો લ્હાવો લીધો
અન્નકૂટ મહોત્સવના મુખ્ય મનોરથી તરીકે મનોરમા વિપિન મજમુદાર, ડૉ.સંદિપ-આજ્ઞા પાઠક, સમીર-રૂપા શેઠ, સરોજ ડી.પટેલ અને અંજના પટેલે લ્હાવો લીધો હતો. કોરોના મહામારી દરમિયાન આયોજિત અન્નકૂટ મહોત્સવના શિસ્તબદ્ધ દર્શન માટે ગોકુલધામ મેનેજમેન્ટ તેમજ સ્વયંસેવકો દ્વારા કરાયેલા આયોજનની વૈષ્ણવ શ્રદ્ધાળુઓએ પ્રશંસા કરી હતી.

માસ્ક પહેરીને તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી શ્રદ્ધાળુઓએ અન્નકૂટના દર્શન કર્યાં
માસ્ક પહેરીને તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી શ્રદ્ધાળુઓએ અન્નકૂટના દર્શન કર્યાં

યૂ-ટ્યૂબ ચેનલ અને ફેસબુક પર લાઇવ ટેલિકાસ્ટ કરાયું
કોરોનાને કારણે વૈષ્ણવ શ્રદ્ધાળુઓ ઘેરબેઠાં દર્શનનો લ્હાવો લઇ શકે તે માટે અન્નકૂટ મહોત્સવનું યૂ-ટ્યૂબ ચેનલ અને ફેસબુક પર લાઇવ ટેલિકાસ્ટ કરાયું હતું. આ લાઇવ ટેલિકાસ્ટથી 15 હજારથી વધારે શ્રદ્ધાળુઓએ ઘેરબેઠાં શ્રી ઠાકોરજીના અને અન્નકૂટ મહોત્સવના દર્શનનો લ્હાવો લીધો હતો.

એટલાન્ટાની ગોકુલધામ હવેલીમાં ભવ્ય અન્નકૂટ મહોત્સવ
એટલાન્ટાની ગોકુલધામ હવેલીમાં ભવ્ય અન્નકૂટ મહોત્સવ

ગોવર્ધનપૂજા અને અન્નકૂટ મહોત્સવની ઉજવણીને સફળ બનાવી
ગોવર્ધનપૂજા અને અન્નકૂટ મહોત્સવની ઉજવણીને સફળ બનાવવા ચેરમેન અશોક પટેલ, એક્ઝિક્યુટિવ સેક્રેટરી તેજસ પટવા, ટીમ મેમ્બર્સ કિન્તુ શાહ, હેતલ શાહ, જીગર શાહ, પરિમલ પટેલ, સમીર શાહ, અલકેશ શાહ, ગિરીશ શાહ, આત્મય અને આર્ષ તલાટી, હિતેશ પંડિત, પિયૂષ પટેલ અને કરણ શાહે યોગદાન આપ્યું હતું.

જ્યારે ગોકુલધામમાં દિવાળી અને નૂતન વર્ષના તહેવારો માટે વિવિધ મીઠાઇ તેમજ ફરસાણ ઉપલબ્ધ કરાવવા માટે ગોકુલધામ કિચન ટીમના ભાનુબહેન પટેલ, રંજનબહેન સિરોયા, અશ્વિન પટેલ, જશુબહેન પટેલ, ઇશ્વરભાઇ પટેલ, કિરીટ શાહ અને સતિષ ઘીવાલાએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો