આર્ટ ઓફ લિવિંગ:શ્રી શ્રી રવિશંકરના 66માં જન્મદિવસની ઉજવણી, વડોદરામાં શુક્રવારે મહાસત્સંગ અને મહાપ્રસાદનું આયોજન

વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આર્ટ ઓફ લિવિંગના જાણીતા ગાયક અને વરિષ્ઠ શિક્ષક અંબરીશ કેલકરજી હાજર રહેશે

શુક્રવાર 13 મે 2022ના રોજ આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા તેમજ વિશ્વ શાંતિગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરના 66માં જન્મદિવસ નિમિત્તે આર્ટ ઓફ લિવિંગ વડોદરા પરિવાર દ્વારા માનવસેવાના હેતુથી સવારે 6 કલાકે જેમણે આર્ટ ઓફ લોવિંગનો કોર્સ કરેલ છે તેમના માટે સુદર્શનક્રિયા તેમજ ગુરુપૂજા રાખવામા આવી છે. જેનું સ્થળ સત્સંગ હોલ, ગોવર્ધનનાથજી હવેલી, અલકાપુરી, વડોદરા છે.

જ્યારે શુક્રવાર સાંજે 6:30 કલાકે સામુહિક ગુરુપૂજા તેમજ મહાસત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાસત્સંગમાં આર્ટ ઓફ લિવિંગના પ્રખ્યાત ગાયક તથા વરિષ્ઠ શિક્ષક અંબરીશ કેલકરજીને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા છે. સત્સંગ બાદ મહાપ્રસાદનું પણ આયોજન કર્યું છે. આ એક નિઃશુલ્ક જાહેર કાર્યક્રમ છે, જેમાં ઉપસ્થિત રહેવા આર્ટ ઓફ લિવિંગ વડોદરા પરિવાર તરફથી દરેક વડોદરાવાસીને આમંત્રણ અપાયું છે. મહાસત્સંગનું સ્થળ નક્ષત્ર પાર્ટી પ્લોટ, મોટનાથ મહાદેવ મંદિર પાસે, હરણી, વડોદરા છે.

અન્ય સમાચારો પણ છે...