વડોદરા:બગીખાના ખાતે બરોડા હાઇસ્કૂલમાં ગુરૂ પૂર્ણિમાની સોશિયલ ડિસ્ટન્સિંગથી ઉજવણી, વિદ્યાર્થીઓએ ઓનલાઇન સ્પર્ધાઓમાં ભાગ લીધો

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાઈરસની મહામારીમાં વડોદરામાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે આવતકાલે રવિવારે ગુરૂ પૂર્ણિમાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, જોકે વડોદરા શહેરના બગીખાના પાસે આવેલી બરોડા હાઇસ્કૂલમાં આજે શનિવારે સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ગુરૂ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. ગુરૂ પૂર્ણિમાની ઉજવણીના ભાગરૂપે સ્કૂલ દ્વારા ધોરણ-3થી 8ના વિદ્યાર્થીઓ માટે લોકગીત, પોસ્ટર મેકિંગ, સુત્ર લેખન જેવી વિવિધ સ્પર્ધાનું ઓનલાઇ આયોજન કરવામાં આવ્યું હતું. સ્કૂલ દ્વારા અલગ-અલગ ધોરણના વિદ્યાર્થીઓને ઓનલાઇન વિષયો આપવામાં આવ્યા હતા. જે વિદ્યાર્થીઓએ ઘર બેઠા તૈયાર કરીને વીડિયો સ્કૂલમાં મોકલ્યા હતા. 

સંસ્કૃતના શિક્ષિકાએ જીવનમાં ગુરૂનું મહત્વ દર્શાવતા શ્લોકનું મહત્વ દર્શાવતું ગીત રજૂ કર્યું
સ્કૂલના આચાર્ય અર્ચના માથુરે જણાવ્યું હતું કે, શનિવારે સ્કૂલના સંસ્કૃતના શિક્ષિકા દ્વારા જીવનમાં ગુરૂનું મહત્વ દર્શાવતા શ્લોકનું મહત્વ દર્શાવતું ગીત રજૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ટીચર્સ દ્વારા ગુરૂ પૂર્ણિમા નિમિત્તેના કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉજવણીમાં મેયર ડો. જીગીશાબહેન શેઠ, બરોડા લાયન્સ ક્લબ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ મયુર સ્વાદિયા ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...