તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધીગીરી:ગાઇડલાઇન સાથે ઉત્સવ ઉજવીશું શ્રીજી પ્રતિમાની ઊંચાઇ નક્કી કરો

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
શ્રીજી ઉત્સવના નિયમો વહેલી તકે જાહેર કરવા આવેદન અપાયું હતું. - Divya Bhaskar
શ્રીજી ઉત્સવના નિયમો વહેલી તકે જાહેર કરવા આવેદન અપાયું હતું.
  • મ્યુ.કમિશનરને શ્રીજીની મૂર્તિ આપી રજૂઆત

શ્રીજી મહોત્સવમાં પ્રતિમાની ઉંચાઇ કેટલી રાખવી તે વહેલી તકે તંત્ર દ્વારા જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે મ્યુનિસિપલ કમિશનરને શ્રીજીની મૂર્તિ આપવામાં આવી હતી. ગણેશ મંડળના અગ્રણીઓએ વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠન તરફથી મ્યુ.કમિશનરને શ્રીજીની પ્રતિમા સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ હતી કોરોના મહામારીમાં જ્યારે મહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવની ઉજવણી અંગે જાહેરનામું પણ બહાર પડી ગયું છે.

આ સંજોગમાં ગુજરાતમાં રાજકીય મેળાવડા થતા હોય ત્યારે ગણેશ ઉત્સવ પર બ્રેક મારવામાં આવે છે તે અયોગ્ય છે.આ વર્ષે ગણેશ ઉત્સવ ની ઉજવણી કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે કરવામાં આવશે તેની ખાતરી ગણેશ મંડળો આપે છે. ગણેશોત્સવ દરમિયાન કેટલા ફૂટની ઊંચી પ્રતિમા મુકાય તે અંગે વહેલી તકે નિર્ણય જાહેર કરવા માગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...