તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:કરજણના ગુમ યુવકને શોધવા 27 કિમી સુધીના CCTV ફંફોસાયા

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
હિતેશ વાળંદ - Divya Bhaskar
હિતેશ વાળંદ
  • ધારાસભ્ય સહિત 11નાં નામ ચિઠ્ઠીમાં લખી ગુમ યુવકનો ત્રીજા દિવસે પત્તો ન લાગતાં પોલીસે પોસ્ટર લગાવ્યાં

કરજણના લીલોડ ગામનો યુવાન ધારાસભ્ય સહિત 11 લોકોનાં નામ ચિઠ્ઠીમાં લખીને ગુમ થયો હતો. આ યુવકની ગુરુવારે પણ ભાળ મળી નહતી. પોલીસને નજરે જોનારે જણાવ્યું હતું કે, નદી કિનારે તે બાઇક મૂકી ઝાડીઓમાં ક્યાંક ગયો હતો. પોલીસે ડોગ સ્ક્વોર્ડની મદદ મેળવી હતી, પણ કોઇ કડી મળી ન હતી. પોલીસે સીસીટીવી કેમેરા પણ ફંફોસ્યા હતા અને તેના સંપર્કમાં આવેલા 30 લોકોની પૂછપરછ કરી હતી.

કરજણના લીલોડનો હિતેશ વાળંદ ગુમ થયા બાદ ધારાસભ્ય સહિત 11 લોકોનાં ત્રાસથી આપઘાત કરવા જઈ રહ્યો હોવાની ચિઠ્ઠી વાઇરલ થઈ હતી. પોલીસે તપાસ કરતાં તેનું સ્કૂટર લીલોડની નર્મદા કિનારાના ઘાટ પાસે મળ્યું હતું. પોલીસે યુવકના ફોનની કોલ ડીટેલ મેળવી તપાસ કરી તેના સંપર્કમાં રહેલા 30 લોકોની પૂછપરછ ઉપરાંત ચિઠ્ઠીમાં લખાયેલા નામોના લોકોની પણ પૂછપરછ કરી હતી. પોલીસે હાઇવેના 27 કિમી સુધીના સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી, તેમજ તેના પોસ્ટર પણ લગાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...