તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:સાયન્સ ફેકલ્ટીમાં મારામારી બાદ CCTV કેમેરા-ગાર્ડ તૈનાત કરાશે

વડોદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
મ.સ. યુનિવર્સિટી ની સાયન્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓઓ મારામારી બાદ બીજા દિવસે વિજિલન્સની ટીમ દ્વારા આઈ કાર્ડ ચેકીંગ શરૂ કરાયું હતું. - Divya Bhaskar
મ.સ. યુનિવર્સિટી ની સાયન્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓઓ મારામારી બાદ બીજા દિવસે વિજિલન્સની ટીમ દ્વારા આઈ કાર્ડ ચેકીંગ શરૂ કરાયું હતું.
  • યુનિવર્સિટી સતાધીશો દ્વારા ઘોડા છૂટયા બાદ તબેલાંને તાળું
  • યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓનું આઇકાર્ડ ચેકિંગ શરૂ કરાયું

એમ.એસ.યુનિવર્સિટી સાયન્સ ફેકલ્ટીમાં મારામારીની ઘટના બાદ સીસીટીવી કેમેરા અને સીકયોરીટી જવાનને મૂકવાનો નિર્ણય કર્યો છે. કેમ્પસમાં વીજીલન્સ અને સીકયોરીટી જવાનોએ ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જોવો ઘાટ થયો હતો અને વિદ્યાર્થીઓનું આઇકાર્ડ ચેકીંગ શરૂ કર્યું હતું. મંગળવારે એમ એસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થિનીને અપશબ્દો બોલવા મુદ્દે બે વિદ્યાર્થી જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ બબાલ થતાં વિદ્યાર્થીઓમાં દોડધામ મચી ગઇ હતી.

યુનિવર્સિટીમાં ઓફલાઇન શિક્ષણ શરૂ થયા પછી છેલ્લા કેટલાય સમયથી આઇકાર્ડ વગરના બહારના તત્વોનો અડ્ડો જમાવી રહ્યા છે અને તેમના કારણે જ સાયન્સ ફેકલ્ટીમાં મારામારીની ઘટના આકાર પામી હતી. યુનિવર્સિટીમાં અત્યારે એક માત્ર સાયન્સ ફેકલ્ટીમાં જ કેન્ટીન ચાલુ છે ત્યારે તમામ ફેકલ્ટીઓમાંથી વિદ્યાર્થીઓ આ સાયન્સની કેન્ટીનમાં જ આવે છે. ત્યારે મારામારીની ઘટના પછી હવે સાયન્સ ફેકલ્ટીની કેન્ટીનમાં સીસીટીવી કેમેરા મૂકવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે.

આ ઉપરાંત કેન્ટીન ખાતે એક સિકયોરીટી જવાનને પણ ફરજ સોંપવામાં આવશે જેથી કોઇ પણ અણબનાવ ના બને. યુનિવર્સિટીમાં મારામારીની ઘટના પછી બુધવારે કેમ્પસમાં વિજીલન્સ અને સીક્યોરીટી જવાનો દ્વારા આઇકાર્ડ ચેંકીગ શરૂ કર્યું હતું. વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે કે નહિ તે અંગે ચકાસણી કરવામાં આવી હતી. યુનિવર્સિટી બહારના અસમાજીક તત્વોએ કેમ્પસમાં અડ્ડો જમાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...