તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિટ એન્ડ રન:વડોદરામાં પૂરઝડપે જતી જીપે મોપેડને અડફેટે લેતા 7 વર્ષના બાળકનું મોત, અકસ્માત કર્યાં બાદ ચાલકે જીપને ડિવાઇડર પર ચઢાવી દીધી, CCTVમાં કેદ

વડોદરા3 મહિનો પહેલા
અકસ્માત બાદ જીપ ડિવાઇડર પર ચઢી ગઇ તેના CCTV અને મૃતક બાળકની ફાઇલ તસવીર
  • શનિવારે રાત્રે 8 વાગ્યે ટ્યૂશન પૂરું કરીને મોટા ભાઈ-બહેન સાથે મોપેડ પર ઘરે જઈ રહ્યો હતો
  • જીપનો ચાલક સ્થળ પરથી ફરાર, રાહદારીઓએ કહ્યુંઃ ચાલક નશામાં હોય તેમ વાહન ચલાવતો હતો

વડોદરાના માંજલપુરના મંગલેશ્વર મહાદેવ-સ્મશાન રોડ પર શનિવારે રાત્રે પૂરપાટ ઝડપે જતા જીપના ચાલકે મોપેડને ટક્કર મારતાં 7 વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું. અકસ્માત કર્યાં બાદ જીપ ડિવાઇડર પર ચડી હતી, જેના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. આરોપી જીપ મૂકીને ફરાર થઇ ગયો હતો. માંજલપુરના સુબોધનગરમાં પોતાની માસીના ઘરે રહેતો કવિશ રાજેશ પટેલ રાત્રે 8 વાગ્યે ટ્યૂશન પૂરું કરીને મોટાં ભાઈ-બહેન સાથે મોપેડ પર ઘરે જઈ રહ્યો હતો, ત્યારે જીપે ટક્કર મારતા જીવ ગુમાવ્યો હતો.

પૂરઝડપે જઇ રહેલી જીપના ચાલકે મોપેડને જોરદાર ટક્કર મારી
વડોદરા શહેરના માંજલપુર સ્મશાન રોડ પર પસાર થતી વખતે પૂરઝડપે જઇ રહેલી જીપના ચાલકે મોપેડને જોરદાર ટક્કર મારી હતી. જેમાં મોપેડમાં પાછળ બેઠેલો કવિશ રોડ પર પટકાતાં તેના માથા પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માત થતાં આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને બાળકને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

શનિવારે રાત્રે પૂરપાટ ઝડપે જતા જીપના ચાલકે મોપેડને ટક્કર મારતાં 7 વર્ષના બાળકનું મોત નિપજ્યું
શનિવારે રાત્રે પૂરપાટ ઝડપે જતા જીપના ચાલકે મોપેડને ટક્કર મારતાં 7 વર્ષના બાળકનું મોત નિપજ્યું

જીપ ચાલક દારૂના નશામાં હોય તેવી રીતે વાહન હંકારતો હતો
જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના વખતે હાજર રાહદારીઓએ જણાવ્યું હતું કે, જીપ ચાલક દારૂના નશામાં હોય તેવી રીતે વાહન હંકારતો હતો. જ્યારે આ અકસ્માત કરીને તેણે એક ડિવાઈડર પર પણ જીપ ચઢાવી દીધી દીધી હતી. ત્યાર બાદ અલવાનાકા પાસે જીપ ડિવાઇડર પર ચડી જાય છે, તેના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. કાર ચાલક સ્પીડમાં કાર ચલાવતો હોવાનું CCTVમાં સ્પષ્ટ દેખાય છે.

પોલીસે અકસ્માત કરનાર વાહન ચાલકની શોધખોળ શરૂ કરી
પોલીસે અકસ્માત કરનાર વાહન ચાલકની શોધખોળ શરૂ કરી

અકસ્માત કરનાર વાહન ચાલકની શોધખોળ શરૂ કરી
માંજલપુર પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એમ.છાસિયાએ જણાવ્યું હતું કે, આ મામલે અમે ગુનો નોંઘ્યો છે અને અકસ્માત કરનાર વાહન ચાલકની શોધખોળ શરૂ કરી છે.

શનિવારે રાત્રે 8 વાગ્યે ટ્યૂશન પૂરું કરીને મોટા ભાઈ-બહેન સાથે મોપેડ પર ઘરે જઈ રહ્યો હતો
શનિવારે રાત્રે 8 વાગ્યે ટ્યૂશન પૂરું કરીને મોટા ભાઈ-બહેન સાથે મોપેડ પર ઘરે જઈ રહ્યો હતો
જીપે ટક્કર મારતા બાળકે જીવ ગુમાવ્યો
જીપે ટક્કર મારતા બાળકે જીવ ગુમાવ્યો
જીપનો ચાલક સ્થળ પરથી ફરાર થઇ ગયો, રાહદારીઓએ કહ્યુંઃ ચાલક નશામાં હોય તે વાહન ચલાવતો હતો
જીપનો ચાલક સ્થળ પરથી ફરાર થઇ ગયો, રાહદારીઓએ કહ્યુંઃ ચાલક નશામાં હોય તે વાહન ચલાવતો હતો