તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અભિપ્રાય:CBSE ધો.12ની પરીક્ષા રદ, વિદ્યાર્થીઓ નારાજ

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
બિના પ્રશાંત, પ્રિન્સિપાલ, જીપીએસ - Divya Bhaskar
બિના પ્રશાંત, પ્રિન્સિપાલ, જીપીએસ
  • કોરોનાને ધ્યાનમાં રાખીને લેવાયેલાે નિર્ણય, ગુજરાત બોર્ડ પણ ફેર વિચારણા કરી શકે

કેન્દ્ર સરકારે CBSE ધો.12ની પરીક્ષા રદ કરી છે. આ માહોલમાં પરીક્ષાનો તણાવ આપવો યોગ્ય ન હોવાનો અભિપ્રાય વ્યક્ત કરાયો હતો. જેથી શહેરની 45 સ્કૂલોમાં 6 હજાર વિદ્યાર્થીની પરીક્ષા નહીં લેવાય. કઈ પ્રક્રિયા હેઠળ વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશ અપાશે તે અંગે સ્પષ્ટતા કરાઈ નથી. ગુજરાત શિક્ષણ બોર્ડ પણ આ મામલે ફેર વિચારણા કરી શકે છે. ગુજરાત બોર્ડે મંગળવારે જ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે.

યોગ્ય પોલિસી નક્કી કરવી પડશે

વિદ્યાર્થીની સલામતીને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાયો છે. ધો.12માં પરીક્ષા રદ કરાઈ છે પણ વિદ્યાર્થીની કારકિર્દી માટે આ વર્ષ અગત્યનું હોય છે.હાયર એજ્યુકેશન માટે પોલિસી નક્કી કરવી પડશે. - બિના પ્રશાંત, પ્રિન્સિપાલ, જીપીએસ

સ્ટેટ બોર્ડ પણ પરીક્ષાઓ રદ કરે​​​​​​​

જે પ્રકારે સીબીએસઇ બોર્ડ દ્વારા પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તે પ્રકારે સ્ટેટ બોર્ડ દ્વારા પણ પરીક્ષા રદ કરવી જોઇએ. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જોઇએ. - કિશોર પીલ્લાઇ, પ્રમુખ, વાલી મંડળ

MCQ પદ્ધતિથી પરીક્ષા થઈ શકે

ધોરણ 12ની મહત્ત્વનું વર્ષ હોવાથી પરીક્ષા રદ ન કરવી જોઇએ.હોંશિયાર વિદ્યાર્થીઓને નુકસાન થશે. એમસીક્યુ કે અન્ય માધ્યમથી પરીક્ષા લઇ લેવી જોઇતી હતી. - નિશ્ચય ટંડન, વિદ્યાર્થી

કોવિડના સમયમાં યોગ્ય નિર્ણય
પરીક્ષા રદ થવાનું દુ:ખ છે, કારણ જેણે મહેનત કરી છે તેને નુકસાન જશે. જોકે કોવિડની સ્થિતિને ધ્યાનમાં રાખી લીધેલો નિર્ણય યોગ્ય છે. - એ.કિર્થના, વિદ્યાર્થિની

અન્ય સમાચારો પણ છે...