તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • CBI Raids More Than 7 Places, Including Gyanjivan Residency In Karelibaug, Vadodara In Connection With Bank Scam, Mumbai Teams Join Search

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

CBIની રેડ:બેંક કૌભાંડ મામલે વડોદરાના કારેલીબાગની જ્ઞાનજીવન રેસિડેન્સી સહિત 7થી વધુ સ્થળોએ CBIના દરોડા, મુંબઇની ટીમો સર્ચમાં જોડાઇ

વડોદરા2 મહિનો પહેલા
બેંક કૌભાંડ મામલે જ્ઞાનજીવન રેસિડેન્સીમાં સીબીઆઇની ટીમે રેડ પાડી છે
  • મોડી રાત સુધી CBIની ટીમોનું સર્ચ ઓપરેશન ચાલી શકે છે

વડોદરા શહેરના બેંક કૌભાંડને લઇને 7થી વધુ જગ્યાએ CBIની ટીમોએ દરોડા પાડ્યા છે. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી જ્ઞાન જીવન રેસિડેન્સીમાં CBIની બે ટીમોએ દરોડા પાડ્યા છે.

મોડી રાત CBIની ટીમો સર્ચ કરશે
જ્ઞાન જીવન રેસિડેન્સી ના ફ્લેટ નં-101માં રહેતા ધ્રુમિલ જોશી નામના વ્યક્તિને ત્યાં CBIએ સર્ચ શરૂ કર્યું છે. ધ્રુમિલ જોશીએ બેંક કૌભાંડ આચર્યુ હોવાથી સર્ચ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત શુભેન્દુ મિશ્રા નામના વ્યક્તિને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. મુંબઇ અને સ્થાનિક CBIની ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મોડી રાત સુધી સર્ચ ઓપરેશન ચાલી શકે છે.

મીડિયાકર્મીઓને કૌભાંડ અંગે માહિતી આપવામાં આવી નહોતી
મીડિયાકર્મીઓને કૌભાંડ અંગે માહિતી આપવામાં આવી નહોતી

બિલ્ડીંગમાં આગ લગાવી વીમો પકવ્યો હોવાનું અનુમાન
કારેલીબાગના અંબાલાલ પાર્કમાં આવેલી જય રણછોડ નામની બિલ્ડીંગમાં આગ લગાવી વીમો પકવ્યો હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. જ્ઞાન જીવન રેસિડેન્સીના દરોડાના તાર જય રણછોડ બિલ્ડીંગ સાથે જોડાયેલા છે.

સીબીઆઇની ટીમોએ 7થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે
સીબીઆઇની ટીમોએ 7થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે
જય રણછોડ નામની બિલ્ડીંગમાં આગ લગાવી વીમો પકવ્યો હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે
જય રણછોડ નામની બિલ્ડીંગમાં આગ લગાવી વીમો પકવ્યો હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો