તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસનો રેલો:બેંક કાૈભાંડમાં બિલ્ડર સુકુમાર જોષીના ઘર સહિત 7 સ્થળે CBIના દરોડા

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દેશની 6 બેંકો સાથે 3700 કરોડની ઠગાઇમાં 100 સ્થળોએ સીબીઆઇનું દેશવ્યાપી સર્ચ ઓપરેશન
 • 2 ટીમ દ્વારા કારેલીબાગ સ્થિત અોફિસ અને ઘરમાં કલાકો સુધી તપાસ : દસ્તાવેજો એકત્ર કરી હાજર વ્યક્તિઓનાં વિગતવાર નિવેદનો લીધાં

દેશમાં વિવિધ 6 બેંકો સાથે 3700 કરોડની ઠગાઇ કરવાના 30 ગુનાઓમાં સીબીઆઇએ ગુરુવારે 11 રાજ્યો અને યુનિયન ટેરીટરીમાં દરોડા પાડ્યા હતા અને સર્ચ કરી દસ્તાવેજો કબજે કર્યા હતા. આ દરોડાની કાર્યવાહીમાં બેંક સાથે કરાયેલી છેતરપિંડીના ગુનામાં મુંબઇ સીબીઆઇની 2 ટીમોએ ગુરુવારે બપોરથી બિલ્ડર સુકુમાર જોશીના નિવાસસ્થાન અને ઓફિસ સહિત 7 સ્થળોએ દરોડા પાડી સર્ચ ઓપરેશન કર્યું હતું અને દસ્તાવેજો એકત્ર કરી હાજર વ્યકતીઓના વિગતવાર નિવેદનો લીધા હતા. સીબીઆઇના અધિકારીએ બેંક છેતરપીંડીના ગુનામાં સર્ચ કરવા આવ્યા છીએ તેમ જણાવ્યું હતું પણ સુકુમાર જોષી કે ધ્રુમિલ જોષીને ત્યાં સર્ચ કરવા આવ્યા હતા કે કેમ તેની સ્પષ્ટતા સીબીઆઇએ કરી ન હતી.

શહેરના કારેલીબાગ સ્વીમીંગ પુલ પાસે આવેલા ધ્રુમિલ સુકુમાર જોશીના શ્રી જ્ઞાન જીવન રેસીડેન્સીના ફ્લેટમાં ગુરુવારે બપોરથી જ મુંબઇની સીબીઆઇની ટીમે ધામા નાખી તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો હતો. કરોડોની રકમના બેન્ક ફ્રોડના મામલામાં સીબીઆઇ દ્વારા દરોડા પાડી સર્ચ ઓપરેશન શરુ કરાયું હોવાનું સીબીઆઇના અધિકારીએ જણાવ્યું હતું. બિલ્ડરના ઘરમાં હાજર સભ્યોની પુછપરછ કરી પિતા પુત્ર તથા તેની સાથે સંકળાયેલી તમામ વ્યક્તિઓની સીબીઆઇ દ્વારા તપાસ કરવામાં આવી છે.

આ ઉપરાંત તેની ઓફીસમાં પણ સીબીઆઇએ દરોડા પાડી જરૂરી દસ્તાવેજો એકત્ર કરવાની કામગીરી કરાઇ હતી

સીબીઆઇએ જારી કરેલી પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે પંજાબ નેશનલ બેંક, ઇન્ડીયન ઓવરસીઝ બેંક, આઇડીબીઆઇ, યુનિયન બેંક, બેંક ઓફ બરોડાતથા ઇન્ડીયન બેંક સહિતની બેંકોમાં લોન સહિતના મુદ્દે 3700 કરોડ રુપીયાની ઠગાઇ કરાઇ હતી અને બેંકોને ખાસુ નુકશાન થતાં બેંકો દ્વારા સીબીઆઇમાં ફરિયાદ કરાઇ હતી જેના મુદ્દે આ શખ્સોને ત્યાં ગુરુવારે દેશના 11 રાજયોમાં 100થી વધુ સ્થળોએ સર્ચ કાર્યવાહી કરાઇ હતી. વડોદરામાં મોડી રાત સુધી સર્ચ કાર્યવાહી ચાલું રહી હતી અને મહત્વના દસ્તાવેજ કબજે કરાયા હતા. અનેક લોકોની પુછપરછ પણ કરાઈ હતી.

સુકુમાર જોષી સહિતના સામે 3.92 કરોડની ઠગાઇનો ગુનો
ે સયાજીગંજ પોલીસમાં તાજેતરમાં સુકુમાર જોષી અને ધ્રુમિલ જોષી સહિતની વ્યકતીઓ સામે 3.92 કરોડની છેતરપીંડીનો ગુનો નોંધાયો હતો અને આ મામલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ ગુનામાં પોલીસે ધ્રુમિલ જોષીની ધરપકડ પણ કરી હતી . પોલીસે જણાવ્યું હતું કે સુકમાર જોષી સામે બેંક ઓફ બરોડામાં 3.50 કરોડ, સિન્ડીકેટ બેંક સાથે 3.92 કરોડ અને એમએસ કોઓપરેટીવ સાથે 1.50 કરોડની ઠગાઇની ફરિયાદો થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો