તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

છેતરપિંડી:2654 કરોડના કૌભાંડ બાદ ડાયમંડ પાવરના નવ પ્રમોટર સામે CBIએ વધુ એક કેસ દાખલ કર્યો, ફાઇવ સ્ટાર હોટલ બનાવવા નામે BOI પાસેથી 54 કરોડ પડાવ્યા

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડાયમંડ પાવરના પ્રમોટર્સે હોટલ બનાવવા માટે 54 કરોડ રૂપિયાની લોન લીધા બાદ હોટલ બનાવી જ નહોતી
  • આ પહેલાં પણ ડાયમંડ પાવરના પ્રમોટર્સે 12 બેંકમાંથી 2654.40 કરોડની લોન મેળવીને ઉઠમણું કર્યું હતું
  • વડોદરાના અમિત ભટનાગર, સુમિત ભટનાગર સહિત 21 સામે EDએ ફરિયાદ નોંધાવી હતી

વડોદરાના ડાયમંડ પાવર લિમિટેડ કંપનીના 2654 કરોડના બેંક લોન કૌભાંડના ડાયમંડ પાવરના નવ પ્રમોટર્સ સામે CBIએ આજે વધુ એક ગુનો દાખલ કર્યો છે. બેંક ઓફ ઇન્ડિયા સાથે 54 કરોડની છેતરપિંડીને લઈને ડાયમંડ પાવરના પ્રમોટર્સ સામે CBIએ કેસ દાખલ કર્યો છે. વડોદરામાં 5 સ્ટાર હોટલ બનાવવા બેંક લોન લીધી હતી, પરંતુ એ ક્યારેય બની જ નહોતી.

ભટનાગર પરિવાર અને કંપનીઓ સહિત આ નવ સામે કેસ દાખલ
CBIએ દાખલ કરેલા કેસમાં આરોપીઓમાં માયફેર લેઝર લિમિટેડ, રાજેશ નિમકર, માધુરીલતા સુરેશ ભટનાગર(ડાયરેક્ટર), મોના એ. ભટનાગર(ડાયરેક્ટર), રીચે એ ભટનાગર(ડાયરેક્ટર), નમો નારાયણ ભટનાગર(ડાયરેક્ટર), સંગ્રામ જયરાજ બારોટ(ડાયરેક્ટર), નોર્થવે સ્પેસિસ લિમિટેડ, અજાણ્યો પબ્લિક સર્વન્ટ અને પ્રાઇવેટ વ્યક્તિનો સમાવેશ થાય છે

આ પહેલાં અમિત ભટનાગર સહિત 21 સામે EDએ ફરિયાદ કરી હતી
દેશની વિવિધ 12 બેન્કમાંથી રૂ.2,654 કરોડનું ધિરાણ મેળવીને ઉઠમણું કરનારા વડોદરાના અમિત ભટનાગર, સુમિત ભટનાગર સહિત 21 જણા સામે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ(ED)એ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ફરિયાદ કરી હતી. ડાયમંડ પાવર ઇન્ફ્રા.લિ. કંપનીના સ્થાપક, મેનેજિંગ ડિરેક્ટર અને જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર દ્વારા બેંક અધિકારીઓ સાથે કાવતરૂં રચીને અન્ય શખસો દ્વારા ખોટા દસ્તાવેજો અને રેકોર્ડ્ઝ બનાવી 2654.40 કરોડ મેળવવામાં આવ્યા હતા. આ કંપની કેબલ્સ અને અન્ય ઇલેક્ટ્રિકલ સાધનોના ઉત્પાદન સાથે સંકળાયેલી છે. આ બેંકોમાં બેન્ક ઓફ ઇન્ડિયા, બેન્ક ઓફ બરોડા, ICICI બેંક, અલાહાબાદ બેન્ક, એક્સિસ બેન્ક, દેના બેંક, SBI, IOB, IFCI અને અન્ય નાણાકીય સંસ્થાઓનો સમાવેશ થાય છે.

2008થી દેશની 12 બેંકમાંથી 2654.40 કરોડની લોન મેળવી
ઉલ્લેખનીય છે કે સીબીઆઇએ 2654 કરોડની લોનકૌભાંડના મામલે વડોદરાની ડાયમંડ પાવર ઇન્ફ્રા.લિ.કંપનીના એમ.ડી અને જોઇન્ટ એમ.ડી સામે ગુનો નોંધ્યો હતો. ડાયમંડ પાવર ઇન્ફ્રા.કંપનીના સંચાલકોએ 2008થી દેશની 12 બેંકમાંથી 2654.40 કરોડની લોન મેળવી હતી. સીબીઆઇએ કંપનીના સંચાલકો અને બેંક અધિકારીઓએ સાથે મળી ખોટા દસ્તાવેજ અને રેકોર્ડ્ઝ મેળવી છેતરપિંડી કરાઈ હોવાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. કંપનીના સંચાલકો દ્વારા 12 બૅન્કના કન્સોર્ટિયમમાંથી છેતરપિંડીથી ફાયદો ઉઠાવ્યો હતો. ડાયમંડ પાવર ઇન્ફ્રા.લિ. કંપનીના સ્થાપક, મેનેજિંગ ડિરેક્ટર અને જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર દ્વારા બેંક અધિકારીઓ સાથે કાવતરું રચી અન્ય શખસો દ્વારા ખોટા દસ્તાવેજો અને રેકોર્ડ્ઝ બનાવી 2654.40 કરોડ મેળવવામાં આવ્યા હતા. આ કંપની કેબલ્સ અને અન્ય ઇલેક્ટ્રિકલ સાધનોના ઉત્પાદન સાથે સંકળાયેલી છે.

RBIનાં ડિફોલ્ટર્સ લિસ્ટ અને ઇસીજીસી સેશન્સ લિસ્ટમાં હોવા છતાં ટર્મ લોન અને ક્રેડિટ સવલતો મેળવી હતી
કંપની અને તેના ડિરેક્ટર કથિત રીતે કન્સોર્ટિયમ દ્વારા ક્રેડિટ સીમાઓના પ્રારંભિક મંજૂરીના સમયે RBIનાં ડિફોલ્ટર્સ લિસ્ટ અને ઇસીજીસી સેશન્સ લિસ્ટમાં પહેલેથી જ હોવા છતાં ટર્મ લોન અને ક્રેડિટ સવલતો મેળવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે બેંકો અને ફાઇનાન્સ કંપનીઓએ બાકી પડતી રકમની વસૂલાત માટે કાર્યવાહી હાથ ધરતાં ડાયમંડ પાવર કંપનીના સંચાલકોએ ઇન્સોલવન્સી એન્ડ બેન્કરપ્સી કોડ હેઠળ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં નાદારી જાહેર કરતી અરજી કરી હતી, જેની સામે ટ્રિબ્યુનલે મિલકતો ન વેચવાના હુકમ સાથે વહીવટદારની નિમણૂક કરી હતી.

આ પહેલાં 1,112 કરોડની 30 મિલકત ટાંચમાં લેવાઈ હતી
ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રકચર કંપની સાવલીની વડોદરામાં જમીન, મશીનરી સહિત કુલ 853.38ની મિલકત ટાંચમાં લેવાઈ હતી. આ ઉપરાંત ગોરવા બીઆઇડીસી ખાતેની કોર્પોરેટ ઓફિસ, સાવલી તાલુકાના વડદલા ખાતે કંપનીના પ્લાન્ટ, ડીપીટીએલની રણોલી ખાતે આવેલા પ્લાન્ટ, પ્રમોટર ભટનાગર પરિવારના નિઝામપુરા અને ન્યુ અલકાપુરીના વૈભવી બંગલા અને ફલેટ્સ, કંપનીના અલકાપુરી, કરોડિયા રોડ અને તાંદલજા-કલાલી રોડ પરના ન વેચાયેલા ફ્લેટ્સ, જૂના પાદરા રોડ વિસ્તારમાં આવેલી એક બાંધકામ હેઠળની હોટલ, ડીપીઆઇએલની સાવલી તાલુકાના અને એને સંબંધિત કંપનીઓની જમીનો અને મિલકતો, ભુજ ત્રણ વિન્ડ મિલોની મિલકત ટાંચમાં લેવાઈ હતી.

2654 કરોડના બેંક લોનકૌભાંડમાં આરોપીઓમાં કોનો સમાવેશ
ડાયમંડ પાવર ઈન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડ, અમિત સુરેશ ભટનાગર, સુમિત સુરેશ ભટનાગર, સુરેશ નરીન ભટનાગર, મેસર્સ આરકોન એન્જિકોન લિમિટેડ, ચન્દ્રશેખર પંચાલ, એકોર્ડ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, મેસર્સ રુબી કેબલ લિમિટેડ, ચિરાગ નેમચદ ગડ્ડા, મેસર્સ જિન્દાલ એલ્યુમિનિયમ ફોઈલ્સ પ્રા.લિ., ભગવાનદાસ જિન્દાલ, મેસર્સ ડાયમંડ પાવર ટ્રાન્સફોર્મલ લિમિટેડ, મેસર્સ ડાયમંડ પ્રોજેકટ લિમિટેડ, મેસર્સ મેફેર લીઝર્સ લિમિટેડ, મેસર્સ નોર્થવે સ્પેસિસ લિમિટેડ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તમારા પક્ષમાં છે. મોટાભાગના કામ મન પ્રમાણે પૂર્ણ થતાં જશે. કોઇ પ્રિય મિત્ર સાથે મુલાકાત સુખ અને તાજગી આપી શકે છે. પારિવારિક સુખ-સુવિધાને લગતી વસ્તુઓ માટે શોપિંગમાં સમય પસાર થશે. ...

વધુ વાંચો