નશાનો કારોબાર:વડોદરામાં 19.7 ગ્રામ MD ડ્રગ્સ સાથે એક ઝડપાયો, મોપેડ પર વેચાણ કરતો હતો

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
યુવકના મોપેડમાંથી 19.7 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ મળી આવ્યું. - Divya Bhaskar
યુવકના મોપેડમાંથી 19.7 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ મળી આવ્યું.
  • પોલીસે બાતમી આધારે વોચ ગોઠવી પેડલરને પકડ્યો

વડોદરા શહેર પોલીસે એમ.ડી. ડ્રગ્સ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. જ્યારે જિલ્લા પોલીસે બે વ્યક્તિની ગાજા સાથે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. મોડી સાંજે પોલીસે સમા વિસ્તારના એક ગ્રાઉન્ડમાં મોપેડ પર ડ્રગ્સનું વેચાણ કરતા પેડલરને પકડી પાડ્યો હતો.

મોપેડમાંથી એમ.ડી ડ્રગ્સ મળ્યું
મળેલી માહિતી મુજબ શહેર ક્રાઇમ બ્રાન્ચને સમા વિસ્તારમાં આવેલા ઐયપ્પા મંદિર પાસેના ગ્રાઉન્ડમાં એમ.ડી ડ્રગ્સ લઇને આવતા ઇસમ અંગે બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે ગ્રાઉન્ડમાં વોચ ગોઠવી દીધો હતો. શુક્રવારે બપોરે અજાણ્યો ઇસમ ટુ વ્હીલર પર આવ્યો હતો. પોલીસ તપાસમાં યુવકના મોપેડમાંથી એમ.ડી ડ્રગ્સ 19.7 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ મળી આવ્યું હતું.

સમા વિસ્તારના એક ગ્રાઉન્ડમાં મોપેડ પર ડ્રગ્સનું વેચાણ કરતા પેડલર ઝડપાયો.
સમા વિસ્તારના એક ગ્રાઉન્ડમાં મોપેડ પર ડ્રગ્સનું વેચાણ કરતા પેડલર ઝડપાયો.

કુલ રૂ. 2.17 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે તપાસ દરમિયાન વિરલ નાગરભાઇ પ્રજાપતિ ઉર્ફે બિલ્લાની ધરપકડ કરી હતી. તેણે પોલીસ તપાસમાં ડ્રગ સપ્લાયર સલીમભાઇ અબ્દુલભાઇ વ્હોરા (રહે – રેલવે સ્ટેશનની પાસે, ગોત્રી તળાવની પાછળ, સુરક) પાસેથી લાવ્યો હોવાનું કબૂલ્યું હતું. પોલીસે આરોપી પાસેથી ડ્રગ્સ, વાહન મળીને કુલ રૂ. 2.17 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.

ડ્રગ્સ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો.
ડ્રગ્સ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો.

64 હજારના ગાંજા સાથે બેની ધરપકડ
જિલ્લા એસ.ઓ.જી.એ બાતમીના આધારે શંકરપુરા ગામની સીમમાં દરોડો પાડી ગાજાનુ વેચાણ કરનાર મહેશ ઉર્ફ સંજય કાલિદાસ મહિડા અને. યુ.પી. પપ્પુસીગ સંતકબિરસીગ રાજપુત ઉર્ફ પવનગીરી ગરુમહંત લક્ષણગીરીને રૂપિયા 64 હજારના ગાજા સાથે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

બેની ગાંજા સાથે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
બેની ગાંજા સાથે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.