સીએ ફાઇનલ અને ઇન્ટરમીડીયેટનું પરિણામ મંગળવારે જાહેર કરવામાં આવ્યું હતું. વડોદરાને 70 કરતાં વધારે સીએ મળ્યા હતા. વડોદરા શહેરના બે વિદ્યાર્થીઓએ ઓલઇન્ડીયા રેન્કમાં સ્થાન મેળવ્યું હતુ. જેમાં પલાસ મીત્તલે શહેરમાં પ્રથમ અને ઓલ ઇન્ડીયા રેન્કમાં 21 તથા કુશલ પુરોહીતે શહેરમાં બીજું અને ઓલ ઇન્ડીયા રેન્ક 50 મેળવ્યો હતો.
વડોદરા ચેપ્ટરમાંથી સીએ ફાઇનલની પરીક્ષામાં 786 વિદ્યાર્થીઓ બેઠા હતા જેમાંથી 175 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા. જેમાં ગ્રુપ 1માં 313 માંથી 63 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા. ગ્રુપ 2માં 274 વિદ્યાર્થીઓ બેઠા હતા જેમાંથી 50 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા.
બંને ગ્રુપમાં 22 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. સીએ ઇન્ટરમીડીયટમાં ગ્રુપ 1માં 457 વિદ્યાર્થીઓ બેઠા હતા જેમાંથી 58 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. ગ્રુપ 2માં 311 વિદ્યાર્થીઓ બેઠા હતા જેમાંથી 100 વિદ્યાર્થીઓ પાસ થયા હતા.
બંને ગ્રુપ 71 વિદ્યાર્થીએ કલીયર કર્યા હતા. સીએ ફાઇનલ અને ઇન્ટરમીડીયેટ મળીને કુલ 1174 વિદ્યાર્થીઓ બેઠા હતા જેમાંથી 307 વિદ્યાર્થીઓ ઉર્તીર્ણ થયા હતા. કુલ 26.23 ટકા પરિણામ જાહેર થયું હતું.
પરિવાર-વિદ્યાર્થીનો સંયુક્ત પરિશ્રમ: 5 મહિના સોશિયલ મીડિયા સીમિત કરી 1 કલાક વાંચ્યું
શહેરમાં પ્રથમ સ્થાન અને ઓલ ઇન્ડીયામાં 21મો રેન્ક મેળવ્યો છે. ઘરમાં હું પ્રથમ વ્યકતિ છું જેણે સીએ કર્યું છે. સાયન્સમાં રસ ના હતો અને કોમર્સ કર્યું ત્યારે સૌથી સારી ડિગ્રી સીએની લાગી હતી. પરીક્ષા પહેલા 8થી 10 કલાક સુધીનું વાંચન કર્યું હતું. સીએમાં સફળતા માટે સેલ્ફ મોટીવેશન જરૂરી છે. હાર્ડ વર્કની સાથે સ્માર્ટ વર્ક પણ જરૂરી છે. પરીક્ષા પહેલા સોશ્યલ મિડિયાની લીમીટ બાંધીને 1 કલાક સીમીત કરી દીધું હતું.
પિતા કેટરર, ધો.8થી જ સીએ બનવાની પ્રેરણા હતી
મારો વડોદરામાં ત્રીજો રેન્ક આવ્યો છે. ઓલ ઇન્ડીયા રેન્ક 50 આવ્યો છે. હું ઉજાગરા કરીને વાંચવામાં માનતો ના હતો. 2થી 3 કલાક સતત વાંચન કરતો હતો. પ્લાનર બનાવીને વાંચતો હતો. હું મધ્યમવર્ગીય પરિવારમાંથી આવું છું મારા પિતા કેટરીંગનો ધંધો કરે છે. બે બેહનો અને એક ભાઇ છે. મારી બહેને હું ધો 8માં હતો તે સમયે જ હું સીએ કરું તે માટે પ્રેરણા આપી હતી અને હવે સીએ બન્યો છું.
પિતા સિકયુરિટી ગાર્ડ, ધો.10-12માં પણ રેન્કર
મારો વડોદરામાં ત્રીજો રેન્ક છે. હું વાઘોડિયા રહું છું. પિતા સીકયોરીટી ગાર્ડ છે. ધો.10માં હતો ત્યારે માતા ગુજરી ગઇ હતી. મારી બે બહેનો છે. ધોરણ 10માં જ સીએ બનવાનું નક્કી કર્યું હતું. 10-12માં પણ બોર્ડમાં નંબર હતો. સીએ ફાઉન્ડેશન અને ઇન્ટરમાં રેન્ક આવ્યો હતો. રોજ દોઢ કલાકની બસની મુસાફરી કરીને વડોદરા અભ્યાસ અને આર્ટીકલ શીપ માટે આવતો હતો. બસમાં વિડિયો જોઇને અભ્યાસ કરતો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.