તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:CAT 2020: વિદ્યાર્થીઓને પેપર સોલ્વ કરવા ત્રણને બદલે બે કલાક જ મળશે

વડોદરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોમન એડમિશન ટેસ્ટ માટે ગાઈડલાઈન જાહેર કરાઇ

આઈઆઈએમમાં પ્રવેશ માટે 29 નવેમ્બરે યોજાનારી કોમન એડમિશન ટેસ્ટ માટે ગાઈડલાઈન જાહેર કરી છે. આ વખતે પેપર સોલ્વ કરવા માટે વિદ્યાર્થીને ત્રણને બદલે બે કલાક જ મળશે. ત્રણ સેક્શન માટે યોજાનારી આ પરીક્ષા માટે 40-40 મિનિટ ફાળવવામાં આવશે. પેપર સોલ્વ કરવા માટે સમય ઓછો કરી દેવાયો છે પણ પ્રશ્ન પહેલા જેટલા જ પુછાશે. આ વખતે પરીક્ષા ત્રણ શિફ્ટમાં યોજાશે. પહેલી શિફ્ટ સવારે 8.30થી 10.30, બીજી શિફ્ટ બપોરે 12.30થી 2.30 અને ત્રીજી શિફ્ટ સાંજે 4.30થી 6.30 સુધી યોજાશે. દરેક સ્લોટમાં અલગ અલગ ઉમેદવારો પરીક્ષા આપશે.EWS, OBC, ST, SC અને ફિઝિકલી ચેલેન્જ વિદ્યાર્થીઓએ અન્ડરટેકિંગ ફોર્મ ભરવાનું રહેશે. કોરોનાને કારણે કેટેગરી સર્ટિફિકેટ જમા કરવવા માટે છુટ મળવાને કારણે અન્ડરટેકિંગ ફોર્મ ભરાવાઈ રહ્યું છે. જો વિદ્યાર્થીની પસંદગી થાય છે તો તેમણે ઈન્ટરવ્યુ દરમિયાન ઓરિજનલ સર્ટિફિકેટ સબમિટ કરાવવાનું રહેશે. જેનું ફોર્મેટ iimcat.ac.in પરથી ડાઉનલોડ કરી શકે છે. તેમજ પરીક્ષા દરમિયાન કેલ્ક્યુલેટર માટે કીબોર્ડને બદલે માઉસનો ઉપયોગ કરવાનો રહેશે. આઈડી પ્રુફમાં ડ્રાઈવિંગ લાયસન્સ, આધારકાર્ડ માન્ય ગણાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો