તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઈફેક્ટ:કોરોના થયા બાદ યુવાઓમાં પણ દાંત હલતા હોય કે જડબાના હાડકા નરમ પડવાના કેસો મળી આવ્યા

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સ્ટીરોઇડ અપાતા કેટલાક લોકોમાં આડઅસર, ડાયાબીટિસ પણ આવે છે

કોરોનામાંથી સાજા થયેલા દર્દીના દાંત હલવા માંડતા હોય કે જડબાના હાડકા નરમ પડી રહ્યાં હોય. શહેરમાં એક મહિના પહેલા આવા બે કેસો આવ્યાં છે. આ બંનેની વય અનુક્રમે 56 અને 39 વર્ષની છે. કોરોનામાંથી સાજા થયા બાદ એકાદ બે મહિનામાં આવા કોઇ લક્ષણો આવે તો તુરંત જ યોગ્ય તબીબનો સંપર્ક કરીને સારવાર શરૂ કરાવવી જોઇએ.

કોરોનાના દર્દીઓને સારવારમાં સ્ટીરોઇડ અપાતા રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે જેના પગલે દાતની આસપાસ તેની અસર દેખાય ે છે. ફૂગ થઇ જાય છે અને ફંગલ ઓસ્ટિયોમાયોસિસ થતાં દાંતમાં દુ:ખાવો અને જડબાના હાડકા નબળા પડવા માંડીને ઓગળવા માંડે છે. કોરોના વાઇરસને લીધે રક્તવાહિનીઓમાં ખૂન જામી જાય છે. જેને પગલે જ્યારે સ્ટિરોઇડની અસર થાય છે ત્યારે આવું કેટલાક દર્દીઓમાં આવું બનતું હોય છે. આ ઉપરાંત સ્ટીરોઇડની અસરથી લોહીમાં ખાંડનું પ્રમાણ પણ અનિયંત્રિત થતાં ડાયાબીટિસનું પ્રમાણ વધ્યું હોય તેવા કિસ્સા પણ બન્યાં છે.

આ બે કિસ્સામાં સ્ટીરોઇડની ગંભીર આડઅસર દેખાઇ
કિસ્સો-1

વડોદરા નજીકના ગામના 56 વર્ષીય દર્દી મોમાંથી સતત દુર્ગંધ આવે છે અને દુ:ખાવો કે સોજો નથી એવી ફરિયાદ કરી હતી. ા રિપોર્ટ કઢાવતાં કોરોનાની આડઅસરને લીધે આ થયું હોવાનું જણાયું હતું.

કિસ્સો-2
મંજુસર જીઆઇડીસીના 39 વર્ષીય યુવાનના દાંત અચાનક હલવા માંડ્યા હતા. તેને કોઇ દુ:ખાવો થતો ન હતો. તેણે તબીબને જણાવ્યું કે, કોરોના મટ્યા બાદ મહિનામાં આ તકલીફ શરૂ થઇ હતી.

દર્દી ગંભીરતાથી લેતા નથી, પછી મોડું થઇ જાય છે
પેરિઓડોન્ટિસ્ ડો. રાહુલ દવે કહે છે કે, ‘આ બાબતો કોરોનામાંથી ઉભરેલા દર્દી બે કારણસર નથી સમજી શકતા. પહેલું કારણ એ છે કે, દાત કે જડબા સાથે આવું બને છે ત્યારે કોઇ સોજો આવતો નથી. બીજું કારણ એ છે કે, તેમાં કોઇ દુ:ખાવો થતો નથી. દર્દી મોડેથી તબીબ પાસે જતાં ગંભીરતા વધે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો