તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોગચાળો:કમળાના કેસ વધીને 4 થયા ટાઇફોઇડનો પણ વાવર શરૂ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડેન્ગ્યૂના 24 અને ચિકનગુનિયાના 7 નવા કેસ
  • ઝાડા- ઉલટીના 142 અને તાવના 588 દર્દી મળી આવ્યાં

વડોદરા શહેરમાં મચ્છરનો ઉપદ્રવ વધતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોએ શહેરને ભરડામાં લીધું છે. શહેરમાં બુધવારે ડેન્ગ્યૂના 24 કેસ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે ચિકન ગુનિયાના 7 નમૂના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. બીજી તરફ કમળાના 3 અને ટાઈફોડના 4 કેસ મળી આવ્યા છે. બુધવારે શહેરમાં લેવાયેલા 100 સેમ્પલ માંથી 24 સેમ્પલમાં ડેન્ગ્યૂ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગની ચિંતાઓ વધી છે.

બીજી તરફ શહેરમાં ચિકનગુનિયાનો વાવર ફેલાયો છે. શહેરમાં એક દિવસમાં 7 કેસ પોઝિટિવ આવતા શહેરમાં મચ્છરોમાં ઉપદ્રવને નાથવામાં નિષ્ફળ સાબિત થયું છે. બીજી તરફ તાવના આજે એક જ દિવસમાં 391 કેસ મળ્યા હતા. મચ્છરજન્ય રોગચાળાની સાથે સાથે શહેરમાં પાણીજન્ય રોગોએ પણ આરોગ્ય વિભાગને દોડતા કર્યા છે. શહેરમાં એક જ દિવસમાં ઝાડા ઉલ્ટીના 142 કેસ નોંધાયા હતા. જ્યારે તાવના 197 કેસ સામે આવ્યા છે.

સાથે સાથે ટાઇફોઇડના 3, કમળાના 4 કેસ સપાટી પર આવતા આરોગ્ય વિભાગની ઊંઘ હરામ થઈ છે.બુધવારે પાલિકાની 197 ટીમોએ 25,014 ઘરોની તપાસ કરી હતી. મચ્છરના ઉપત્તિ સ્થાનો શોધવા માટે 42 કન્સ્ટ્રક્શન સાઈટ અને 4 જેટલી હોસ્ટેલ તેમજ શાળાઓમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી 8 ને નોટિસ ફટકરવામાં આવી હતી.

SSGમાં OPDમાં એક દિવસમાં 480 દર્દી નોંધાયા
શહેરમાં વાઈરલ ઇન્ફેક્શન અને ઝાડા ઉલટી સહિત મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. જેમાં સયાજી હોસ્પિટલમાં પણ મેડિસિન વિભાગની ઓપીડી દર્દીઓથી ઉભરાઈ છે. બુધવારે એક જ દિવસમાં 480 કેસ લોકો ઓપોડીમાં સારવાર માટે આવ્યા હતા. જેમાં નવા 281 કેસ નવા નોંધાયા હતા.

અન્ય સમાચારો પણ છે...