તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના સમયગાળા દરમિયાન મુસ્લિમ કુટુંબોમાં મહિલા અને પુરુષો વચ્ચેના ઝગડાનુંં પ્રમાણ વધ્યું છે. પરિવારમાં લોકો હળીમળીને રહે તેવા હેતુથી જમાતે ઇસ્લામી હિંદના મહિલા વિભાગ દ્વારા મજબૂત ખાનદાન, મજબૂત સમાજનું અભિયાન શરૂ કરાયું છે. સંસ્થાના ગુજરાત ખાતેના ચેરપર્સન આરિફા પરવીન વડોદરાની મુલાકાતે આવ્યાં હતા.
તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘નેશનલ વુમન કમિશનના અહેવાલ મુજબ મુસ્લિમ પરિવારોમાં કોરોનાકાળમાં ઘરેલુ હિંસાના કિસ્સાઓ 10 ગણા વધ્યા છે.આ માટે શરૂ કરાયેલા અભિયાન અંતર્ગત ગેટ ટુ ગેધર, ઇન્ટરનેશનલ વેબિનાર અને પેનલ ડિસ્કશન યોજીશું. બાળકો માટે વાર્તા કહેવાની સ્પર્ધા, નિબંધ સ્પર્ધા પણ યોજીશ્ું હાલમાં સંસ્થાના 18 સભ્યો ,250થી 300 જેટલા વોલેન્ટિયર્સ આ કામગીરી અમદાવાદ, વડોદરા, સુરત, મોડાસા, જૂનાગઢ, સહિતના 9 શહેરથીશરૂ કરી રહ્યાં છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.