તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાયબર ક્રાઇમ:વડોદરા શહેરમાં વધી રહેલા ‘સાઇબર બુલિંગ’ના કેસ, સ્ક્રીન રેકોર્ડર થકી અંગત વીડિયો રેકોર્ડ કરીને નાણાં પડાવતાં ભેજાબાજો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરમાં સાઇબર બુલિંગના કિસ્સાઓ વધી રહ્યા છે. જેમાં ગઠિયાઓ સામેવાળી વ્યક્તિનો સોશિયલ મીડિયા પર સંપર્ક કરી પરિચય કેળવે છે. ત્યારબાદ વીડિયો કોલ કરી બિભત્સ વાતો કરીને અંગત વીડિયો રેકોર્ડ કરી લે છે. તે પછી બ્લેક મેઇલિંગ કરી પૈસા પડાવવાનો કારસો શરૂ કરે છે. શહેરના સાઇબર એક્સપર્ટ અર્જુન શર્માએ કહ્યું હતું કે, મોટાભાગે ભેજાબાજો સોશિયલ મીડિયા પર કંપનીના ઓનર, ડોક્ટર કે કોઇ મહત્ત્વના હોદ્દા ધરાવતી વ્યક્તિને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી મોબાઇલ નંબર એક્સેન્જ કરે છે. ત્યારબાદ વીડિયો કોલિંગ મારફતે બીભત્સ વાત કરી સ્ક્રીન રેકોર્ડરથી રેકોર્ડ કરે છે. પછી તે વીડિયો પોર્ન વેબસાઈટ પર મૂકી અને તેની લિંક મોકલે છે. આ વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી મસમોટી રકમની માગ કરે છે.

કિસ્સો-1: બે મહિના અગાઉ સુભાનપુરામાં રહેતા વ્યવસાયીને દિલ્હીથી યુવતીનો કોલ આવ્યો હતો. તેણે જણાવ્યું કે, તે એકલી છે અને ફ્રેન્ડશીપ કરવા માંગે છે. ત્યારબાદ બંને વચ્ચે નંબરની આપ-લે થઈ અને અંગત વાતો શેર કરી. એક દિવસ યુવતી ન્યૂડ થઈ અને વ્યવસાયીને પણ ન્યૂડ થવા જણાવ્યું અને તેણીએ સ્ક્રીન રેકોર્ડરથી બધી વાતો રેકોર્ડ કરી. થોડા દિવસો બાદ કોલેજની ફી ભરવા યુવતીને આપ્યા. ત્યારબાદ નાણાની માંગ વધતા વ્યવસાયીએ ઇન્કાર કરતાં વ્યવસાયીનો વિડીયો વાઇરલ કરવાની ધમકી આપી 5 લાખ માગ્યા હતા.

કિસ્સો-2: શહેરના મકરપુરાના યુવકને વિદેશમાં હોટલમાં નોકરી મળી હતી. યુવકના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મૂળ ભારતની અને કેનેડામાં અભ્યાસ કરતી હોવાનું જણાવી એક યુવતીએ સંપર્ક કર્યો હતો. ત્યારબાદ વાતચીત અને વિડીયો કોલ શરું થયા હતા. વાતચીત આગળ વધતા તેઓ પણ ન્યૂડ થઈ વિડીયો કોલ કરતા હતા. જેમાં યુવતીએ રેકોર્ડ કરી યુવકના મિત્રોને મોકલવાની ધમકી આપી 300 બીટ કોઈનની માંગ કરી હતી. તેઓએ વિડીયો પણ વેબસાઈટ પર વીડિયો મૂકયો હતો.

સાઇબર બુલિંગ’થી કઈ રીતે બચી શકાય?

  • ઓળખિતા ન હોય તેવા લોકોની ફ્રેન્ડ રિક્વેસ્ટને એક્સેપ્ટ ના કરીએ.
  • કેટલીકવાર ઓળખીતા વ્યક્તિની પણ ફેક પ્રોફાઈલ બનાવીને ભેજાબાજો સંપર્ક કરી શકે. જેથી મ્યૂચ્યૂઅલ ફ્રેન્ડ ચેક કરવા.
  • અંગત માહિતી બની શકે તેટલી ઓછી પોસ્ટ કે શેર કરવી જોઈએ.
  • પોતાની પ્રોફાઈલને હંમેશા લોક રાખવી.
  • આવી ઘટના બની ગયા પછી પોલીસ અથવા સાયબર એક્સપર્ટનો સંપર્ક કરવો જોઈએ.
અન્ય સમાચારો પણ છે...