વડોદરા ગેંગરેપ-આપઘાત કેસ:રેલવે SP અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ કહે છે, દુષ્કર્મ થયું છે, પણ FSL રિપોર્ટ કહે છે, નથી થયું... એજન્સીઓ જ તપાસમાં ગોળ ગોળ ફરે છે!

વડોદરા2 મહિનો પહેલાલેખક: જીતુ પંડ્યા
  • પીડિતાની ડાયરીમાં વેક્સિન ગ્રાઉન્ડમાં સામૂહિક દુષ્કર્મ થયાનો ઉલ્લેખ
  • બે સરકારી એજન્સીના રિપોર્ટ જ વિરોધાભાસી આવતાં પોલીસ પણ ધંધે લાગી
  • ગાંધીનગર FSLનો રિપોર્ટ આવ્યા બાદ તપાસ કરનાર અધિકારીઓ મૂંઝવણમાં

વડોદરા ચકચારી દુષ્કર્મ વીથ આપઘાત પ્રકરણમાં ચાર દિવસ પહેલાં રેલવે એસ.પી. અને આ પ્રકરણ માટે બનાવવામાં આવેલી એસ.આઇ.ટી.ના સભ્ય પરીક્ષીતા રાઠોડે જણાવ્યું હતું કે, ઓએસિસ સાથે સંકળાયેલી યુવતી ઉપર દુષ્કર્મ થયું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ ચાલી રહી છે. બીજી બાજુ ગાંધીનગર એફ.એસ.એલ.ના રિપોર્ટમાં યુવતી ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું નથી તેવો રિપોર્ટ આવતા તપાસ ટીમ પણ દ્વીધામાં મુકાઇ ગઇ છે. જોકે, એસ.આઇ.ટી. ના સભ્ય અને રેલવેના ડી.વાય.એસ.પી. બી.એસ. જાદવે જણાવ્યું હતું કે, એસ.આઇ.ટી. દ્વારા દુષ્કર્મ અંગેની તપાસ ચાલુ રહેશે. ત્યારે ગાંધીનગર એફ.એસ.એલ.ના રિપોર્ટની સત્યતા કેટલી તેવો એક સવાલ ઉભો થયો છે.

છેલ્લા એક માસથી ચકચાર જગાવી રહેલા દુષ્કર્મ વીથ આપઘાત પ્રકરણમાં હજુ સુધી પોલીસ આરોપીઓને શોધી શકી નથી. બીજી બાજુ યુવતી ઉપર દુષ્કર્મ થયું ન હોવાનો ગાંધીનગર એફ.એસ.એલ. દ્વારા રિપોર્ટ આવતા આ પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. ત્યારે આ પ્રકરણની અત્યાર સુધી તપાસ કરનાર અધિકારીઓ મુંઝવણમાં મુકાઇ ગયા છે.

પીડિતાએ બે વ્યક્તિએ દુષ્કર્મ આચર્યું હોવાનું ડાયરીમાં લખ્યું છે.
પીડિતાએ બે વ્યક્તિએ દુષ્કર્મ આચર્યું હોવાનું ડાયરીમાં લખ્યું છે.

ડાયરીમાં દુષ્કર્મ થયાનો ઉલ્લેખ કરાયો છે
4 નવેમ્બરના રોજ નવસારીની યુવતીએ વલસાડ ખાતે ગુજરાત ક્વિન એક્સપ્રેસમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. તે બાદ તેની એક લખેલી ડાયરી પોલીસને મળી આવી હતી. જે ડાયરીમાં તેણે પોતાના ઉપર વડોદરાના વેક્સિન ગ્રાઉન્ડમાં બે વ્યક્તિઓ અપહરણ કરીને લઇ ગયા હતા અને દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવતા પોલીસ તંત્ર દ્વારા તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો હતો.

પીડિતાનો ટ્રેનમાંથી લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો હતો.
પીડિતાનો ટ્રેનમાંથી લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો હતો.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવતીના ગુપ્તાંગના ભાગે ઈજાના નિશાન
પોલીસ તપાસમાં અને પોલીસને મળેલા સાંયોગીક પુરાવા તેમજ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવતીના ગુપ્તાંગ સહિત શરીના અન્ય ભાગોમાં ઇજાના નિશાન હોવાનું બહાર આવતા પોલીસ તંત્ર દ્વારા અજાણ્યા વ્યક્તિઓ સામે દુષ્કર્મનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી હતી. જે અગેની માહિતી રેલવેના પોલીસ વડા અને એસ.આઇ.ટી.ના સભ્ય પરીક્ષીતા રાઠોડે આપી હતી.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પીડિતાના શરીર પર ઈજાના નિશાન મળ્યા હતા.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પીડિતાના શરીર પર ઈજાના નિશાન મળ્યા હતા.

પોલીસ તંત્રને જ FSLના રિપોર્ટમાં વિશ્વાસ નથી?
દરમિયાન આજે રેલવેના ડી.વાય.એસ.પી. અને એસ.આઇ.ટી.ના સભ્ય બી.એસ. જાદવે જણાવ્યું હતું કે, ગાંધીનગર એફ.એસ.એલ.નો રિપોર્ટ એસ.આઇ.ટી.ને મળ્યો છે. જે મળેલા રિપોર્ટમાં જણાવાયું છે કે, યુવતી ઉપર દુષ્કર્મ થયું નથી. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવતીના સાથળ, પીઠ તથા અન્ય જગ્યાએ મળી આવેલા ઇજાના નિશાન તેમજ પોલીસને યુવતી ઉપર થયેલા દુષ્કર્મને સમર્થન આપતા કેટલાંક મળેલા સાંયોગીક પુરાવાના આધારે એસ.આઇ.ટી. દ્વારા દુષ્કર્મ અંગેની તપાસ ચાલુ રાખશે. તો શું પોલીસ તંત્રને ગાંધીનગર એફ.એસ.એલ.ના દુષ્કર્મના મળેલા રિપોર્ટ ઉપર વિશ્વાસ નથી. તેવો પણ એક સવાલ ઉભો થયો છે.

ઓએસિસ સામે નોંધાયેલી ફરિયાદમાં પણ દુષ્કર્મ થયાનો ઉલ્લેખ કરાયો છે.
ઓએસિસ સામે નોંધાયેલી ફરિયાદમાં પણ દુષ્કર્મ થયાનો ઉલ્લેખ કરાયો છે.

ઓએસિસ સામે ફરિયાદમાં પણ દુષ્કર્મનો ઉલ્લેખ
બીજુ બાજુ ક્રાઇમ બ્રાંચમાં ઓએસિસના મેનેજિંગ ટ્રસ્ટી પ્રિતી શાહ સહિત ત્રણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે ફરિયાદમાં પણ જણાવાયું છે કે, વેક્સિન ગ્રાઉન્ડમાં યુવતી ઉપર દુષ્કર્મ થયું હતું. જે તે સમયે ઓએસિસ સંસ્થાને પોતાની સંસ્થાની યુવતી ઉપર દુષ્કર્મમ થયું હોવાની માહિતી હતી. તેમ છતાં, તેઓએ પોલીસને જાણ કરી નથી અને માહિતી છૂપાવી હતી. જે અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે ગાંધીનગર એફ.એસ.એલ.નો યુવતી ઉપર દુષ્કર્મ થયું નથી તેવો રિપોર્ટ આવતા પોલીસની તપાસ સામે પણ સવાલો ઉભા થયાં છે.