સમસ્યા:કેનાલ પાસે મેડિકલ વેસ્ટ નાખનારા સામે કેસ કરો, 3 કોંગી કોર્પોરેટરોની મ્યુ.કમિ.ને રજૂઆત

વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિવાળી બાદ પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ

ટીપી 13 કેનાલ વિસ્તારમાં 15 ડમ્પર ભરાય તેટલા મેડિકલ વેસ્ટના ઢગલાનો નિકાલ ન થતાં કોંગ્રેસનાં 3 કોર્પોરેટરે મ્યુ. કમિશનરને લેખિત રજૂઆત કરી જવાબદારો સામે પોલીસ કાર્યવાહીની માગ કરી હતી. આ વિસ્તારમાં દિવાળી બાદ પાણીની પણ સમસ્યા સર્જાઈ હોવાનો આક્રોશ ઠાલવ્યો હતો. છાણી નર્મદા કેનાલ પાસે મેડિકલ વેસ્ટના 6 દિવસ અગાઉ ઢગલા ઠાલવાયા હતા. વૉર્ડ 1નાં પુષ્પા વાઘેલા, જહાં દેસાઈ અને હરીશ પટેલે મ્યુ.કમિ.ને રજૂઆત કરી કે, છાણી પોલીસ ફરિયાદ લેવા તૈયાર છે, પણ પાલિકામાંથી કોઈ વિભાગ ફરિયાદ કરવા તૈયાર નથી. છાણી પોલીસે ખાલી બોટલોના નમૂના પણ લીધા છે.

સ્થળ પર અધિકારીઓને બોલાવ્યા છતાં કામગીરી કરાઈ નથી. જે નામો ખૂલ્યાં છે તેની સામે પોલીસ કેસ કરાય. તેમણે ટીપી 13 પાણીની ટાંકી સામેની સત્યનારાયણ ટાઉનશિપમાં પાણી જતું નથી તો આખા વિસ્તારમાં કેવી રીતે પહોંચતું હશે, તેવી ટકોર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...