કાર્યવાહી:લોન કૌભાંડમાં કાસા રેસિડેન્સીના 12 ફ્લેટ સીલ, ચોલામંડલમને 7.70 કરોડમાં ઠગવામાં રમાકાંત જયસ્વાલ સહિત 3 ઝબ્બે

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રાહકોને વિવિધ સ્કિમમાં ફલેટ આપ્યા

ચોલામંડલ કંપની સાથે છેતરપીંડી કરનાર ટોળકીએ વડસરની કાસા રેસીડન્સીમાં 12 ફલેટ લોન ધારકોને અપાવ્યા હતા.જયાં એક સમયે ખૂબ જ સસ્તા ભાવે ફલેટ મળશે એવા બોર્ડ પણ બિલ્ડરે લગાવ્યા હતા.કાસા રેસીડન્સીના બિલ્ડર કિશન ઇન્કાને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. સીલ કરાયેલા 12 ફલેટ કંપની પાસે છે પણ ફલેટની કિંમત કરતાં વધુ પૈસા કંપનીએ ચુકવી દીધા છે જેથી તપાસ બાદ ફલેટનો સોદો કેટલી રકમમાં થયો હતો તેની વિગતો બહાર આવશે.

સન્ની ઠક્કર, આકાશ ફૂલવાણી, રમાકાંત જયસ્વાલ (ડાબેથી)
સન્ની ઠક્કર, આકાશ ફૂલવાણી, રમાકાંત જયસ્વાલ (ડાબેથી)

મિલકતના બોગસ વેલ્યુએશન રિપોર્ટ થકી 34 જણાંને ચોલામંડલમ ફાઇનાન્સ કંપનીના સેલ્સ મેનેજર, ક્રેડીટ મેનેજર સહિત 22 જણાંએ બારોબાર હોમ લોન લઇને કંપની સાથે રૂા.7.70 કરોડની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાયા બાદ ગોત્રી પોલીસે સૂત્રધાર રમાકાંત જયસ્વાલ સહિત ત્રણની ધરપકડ કરી છે. ટોળકીએ ગ્રાહકોને વડસરની કાસા રેસીડન્સીમાં 12 ફલેટ અપાવ્યા છે.

ગોત્રી પોલીસે 22 આરોપી પૈકીના સન્ની ઠક્કર અને આકાશ ફૂલવાણીની ધરપકડ કરતાં તપાસમાં રમાકાંત જયસ્વાલ સૂત્રધાર હોવાનું બહાર આવતાં પોલીસે તેની પણ અટક કરી હતી.એસીપી (ડી ડિવીઝન ) એ.વી.રાજગોરે જણાવ્યું હતું કે ‘રમાકાંત જયસ્વાલનું નામ ફરિયાદમાં ન હતું પરંતુ તપાસમાં બહાર આવ્યું હતું કે ‘ગ્રાહકો લાવવાથી લોનની પ્રક્રિયા પાછળ રમાકાંતનું ભેજું હતું.

સન્ની ઠક્કરના 3 દિવસના રિમાન્ડ મંજૂર
ચોલામંડલ કંપની સાથે છેતરપીંડી કરનાર ટોળકીએ વડસરની કાસા રેસીડન્સીમાં 12 ફલેટ લોન ધારકોને અપાવ્યા હતા. સન્ની ઠક્કરના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. ગોત્રી પોલીસે સન્ની ઠક્કરને કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડની માંગ કરી હતી જે સંબંધે કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. તપાસ અધિકારી આર.એન.બારૈયાએ જણાવ્યું હતું કે ‘ગુનાની શરૂઆત સન્નીથી થઇ હતી અને તેની સાથે રમાકાંત જયસ્વાલ હતો. રમાકાંતે કંપનીમાંથી પૈસા બનાવવાનો તખ્તો ગોઠવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...