આયોજન:ડભોઇ-કપુરાઇ રોડ પર કેરેજ વે બનશે, એક રોડ 65 દિવસ બંધ

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોમવારથી પાલિકા દ્વારા કામગીરીની શરૂઆત કરવામા આવશે
  • એક રોડ પર કામ ચાલુ હશે ત્યારે બીજો​​​​​​​ રોડ ચાલુ રાખવામાં આવશે

વડોદરા મહાનગરપાલિકા દ્વારા કપૂરાઈ ગામથી ડભોઇ રોડ પર પાલિકાની હદ સુધી અને ત્યાંથી સુધી કેરેજ વે બનાવવાનું આયોજન કરી રહ્યું છે. આ કામગીરીના પગલે સોમવારથી ડભોઇ રોડ તરફના બંને તરફના રોડ તબક્કા વાર 65 દિવસ સુધી બંધ રહેશે તેવી પાલિકાએ જાહેરાત કરી છે.

પાલિકાએ શહેરના કપુરાઈ ગામથી ડભોઇ રોડ પર પાલિકાની હદ સુધી કેરેજ વે બનાવવાનું નક્કી કર્યુ છે. પહેલા કપુરાઈથી ડભોઇ રોડ તરફનો કેરેજ વે બનાવવામાં આવશે. ત્યારબાદ ડભોઇ રોડથી કપુરાઈ સુધી કેરેજ વેના નિર્માણનું પાલિકાએ આયોજન કર્યુ છે. સોમવારથી પાલિકા આ કામગીરી શરૂ કરવાનું હોવાથી રોડને બંધ કરવામાં આવશે.

પાલિકા દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ સોમવારથી 65 દિવસ સુધી તમામ પ્રકારના વાહન વ્યવહારની અવરજવર આ રસ્તા પર બંધ કરવામાં આવશે. આ ઉપરાંત નવીન કેરેજ વેના નિર્માણના કારણે બંને તરફના હયાત કેરેજ વે તબક્કા વાર બંધ રાખવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.

જ્યારે રસ્તાની કામગીરી દરમ્યાન એક બાજુના કેરેજ વેમાં બંને બાજુના ટ્રાફિકની અવરજવર માટે સાવચેતી રાખવાનું કહેવાયું છે. અત્રે ઉલ્લેખનિય છે કે જ્યારે કામગીરી કરવામાં આવશે તેમાં એક રસ્તો ચાલુ હશે ત્યારે બીજો બંધ રાખવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...