તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેશ ભાવના:વડોદરામાં NCC બટાલિયન દ્વારા કારગીલ વીરોને આભાર માનતા કાર્યક્રમ અંતર્ગત કેડેટ્સ દ્વારા સૈનિકોને કાર્ડ મોકલાયા

વડોદરા24 દિવસ પહેલા
એનસીસી દ્વારા તૈયાર કરાયેલા કાર્ડને કુરિયર દ્વારા મોકલવામાં આવશે.
  • ગુજરાતભરમાંથી 25 હજાર જેટલા કાર્ડ લખીને જવાનોને મોકલાશે

વડોદરા એન.સી.સી. બટાલિયનના મેજર જનરલ અરવિંદ કપૂર તથા બ્રિગેડિયર ડી.એસ. રાવતના પ્રયાસોથી એક નવી પહેલ કરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત કારગીલ કે વીરો કો ગુજરાત કા આભાર પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. જેમાં કોરોના સંકટ દરમિયાન એન.સી.સી એ સંપૂર્ણ ભારતમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપવા એન.સી.સીના કેડેટ્સ દ્વારા આભાર વ્યકત કરતાં 2100 કાર્ડ બનાવવામાં આવ્યા હતા.

કેડેટસ દ્વારા સૈનિકો માટે કાર્ડ તૈયાર કરવામાં આવ્યાં છે.
કેડેટસ દ્વારા સૈનિકો માટે કાર્ડ તૈયાર કરવામાં આવ્યાં છે.

કાર્ડ લખીને અભિવાદન કરાશે
કારગિલ વિજય દિવસ 2021 ની ઉજવણી કરવા માટે એક મે સો કે લીએ યોજના હેઠળ 3 બટાલિયન એન.સી.સી. વડોદરાના કેડેટ્સ દ્વારા 2100 આભાર વ્યકત કરતાં કાર્ડ બનાવવામાં આવ્યા છે. આ પહેલમાં પાંચ તબક્કાઓ હેઠળ કેડેટ્સ દ્વારા કોવિડ કાળમાં સમાજમાં જાગૃતતા ફેલાવવામાં આવી હતી. કર્નલ પવન કુમાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ તબક્કાઓમાં કેડેટ્સ દ્વારા તેમના સગા-સંબંધી, વૃદ્ધો તથા ભૂતપૂર્વ સૈનિકોને કોરોના પ્રોટોકોલ વિશે માહિતી આપી જાગૃતતા વધારી અને તેમનું મનોબળ વધારવા સાથે આરોગ્ય કાર્યકરોનો સંપર્ક કરી તેમનો આભાર વ્યકત કર્યો હતો. ઉપરાંત, બોર્ડર પર રક્ષણ કરતા સૈનિકોનો કારગીલ વિજય દિવસના સંદર્ભે આભાર વ્યક્ત કરતા કાર્ડ મોકલી અભિવાદન કરવામાં આવશે.

કારગીલ વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્ડ મોકલવામાં આવશે.
કારગીલ વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્ડ મોકલવામાં આવશે.

25 હજાર કાર્ડ મોકલાશે
સંપૂર્ણ ગુજરાતમાંથી 25 હજાર જેટલા આભાર કાર્ડ એકઠા કરી તા. 17 જુલાઈ 2021 ના રોજ રાજ્યના મુખ્યંત્રી વિજય રૂપાણી દ્વારા કુરિયરથી ઉધમપુર મોકલવામાં આવશે. આ કાર્ડ્સ કુરિયર દ્વારા 26 જુલાઇ 21 સુધીમાં લદાખ સેક્ટરમાં સૈનિકો સુધી પહોંચાડવામાં આવશે. આભાર કાર્ડના સર્જક એમ.એસ. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ભાવિક ભાવસાર, પાર્થ ઠાકુર અને સિદ્ધાર્થ પ્રજાપતિએ જણાવ્યું કે દેશ માટે સતત કાર્યરત રહેતા સૈનિકોને આભાર વ્યકત કરવા તેમજ પ્રોત્સાહિત કરવા માટે આ કાર્ડ્સ મોકલવામાં આવશે.