ક્રાઇમ:નિઝામપુરાના અર્પણ કોમ્પલેક્ષમાંથી દારૂ ભરેલી કાર મળી : 1 ની ધરપકડ

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કારમાં દારૂ લાવનાર આરોપી રુબીન સામે 5 ગુના નોંધાયેલા છે

નિઝામપુરામાં પાસપોર્ટ ઓફિસ પાસે અર્પણ કોમ્પલેક્ષમાં દારુ ભરેલી જેસ્ટ કાર મળ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચે કાર લાવનારા શખ્સને પણ ઝડપી લીધો હતો. પાસપોર્ટ ઓફિસ પાસે અર્પણ કોમ્પલેક્ષના પાર્કીંગમાં દારુ ભરેલી કાર પડી છે તેવી બાતમીથી પોલીસે જેસ્ટ કારમાં તપાસ કરતાં દારુના 720 પાઉચ (કિંમચ 72 હજાર) મળ્યા હતા.

ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ આર.એ.જાડેજાએ દારુ ભરેલી કાર લાવનારા રુબીન ઉર્ફે કટ્ટે યુસુફમિયા શેખ (રહે, રેલવે કોલોની નવા યાર્ડ)ને પણ ઝડપી લીધો હતો અને કાર કોની હતી અને તે દારુ કોને આપવા માટે કોની પાસેથી લાવ્યો હતો તે સહિતના મુદ્દા પર તપાસ શરુ કરી હતી. રુબીન કટ્ટે અગાઉ હત્યા , દારુ, રાયોટીંગ અને મારામારીના ગુનામાં પણ સામેલ છે, તેની સામે રેલવે પોલીસમાં 1, ફતેગંજ પોલીસમાં 3 ગુના, રાવપુરા પોલીસમાં 1 ગુનો નોંધાયેલો છે.

રેલવે ટ્રેક પાસે લાવારિસ થેલાઓમાંથી દારૂ મળ્યો
​​​​​​​શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં રેલવે ટ્રેક પાસે પડેલા બિનવારસી 2 થેલાઓમાંથી પોલીસે દારુની 44 બોટલો કબજે કરીને થેલાઓ છોડીને ફરાર થયેલા શખ્સોની શોધખોળ આદરી હતી. આરપીએફનો સ્ટાફ રેલવે સ્ટેશન અને રેલવે ટ્રેકની આસપાસ પેટ્રોલીંગ કરી રહ્યો હતો ત્યારે રેલવે ટ્રેકની પાસે કોઇ શખ્સ બિનવારસી 2 થેલા મુકીને જતો રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું જેથી તેમણે બિનવારસી થેલાઓની ચકાસણી કરતાં તેમાંથી દારુની 44 બોટલો મળી આવી હતી.

ભીલાપુર પાસે છોટા હાથીમાં દારૂ સાથે સગીર સહિત 2 પકડાયા
​​​​​​​ છોટા હાથી ટેમ્પામાં દારુ ભરીને કેટલાક શખ્સ બોડેલીથી વડોદરા તરફ જઇ રહ્યા છે તેવી બાતમીથી પોલીસે ભીલાપુર ગામ પાસે વોચ ગોઠવી છોટા હાથી ટેમ્પોમાંથી દારુ-બિયરની 103 બોટલ (કિંમત 43875 રુપીયા) મળ્યો હતો. પોલીસે ટેમ્પામાંથી સંજય સુર્યકાંત ડીંગે તથા સગીર વયના શખ્સને ઝડપી લીધો હતો . દારુનો આ જથ્થો વડોદરાના હિતેશ બદલાભાઇ ઓડે મંગાવ્યો હોવાનું બહાર આવતાં પોલીસે હિતેશ ઓડ સામે પણ ગુનો નોંધી તેની શોધખોળ આદરી હતી.

અન્ય સમાચારો પણ છે...