આણંદના ચાર યુવકો મંગળવારે ભરુચ તરફ જઈ રહ્યા હતા ત્યારે સવારના 4 વાગ્યાના સુમારે ગાડી દરજીપુરા નજીક ડિવાઈડર સાથે અથડાતા વરસાદી કાંસમાં ખાબકી હતી. ફાયર લાશ્કરોએ કારને કાંસમાં કાઢીને યુવકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડતા 1 યુવકનું મૃત્યું થયું હતુ જ્યારે બીજા 3 યુવકોની હાલત ગંભીર છે. આણંદ ખાતે રહેતા તપસ પટેલ (ઉ.વ-24), હિમાંશુગીરી ગોસ્વામી (ઉ.વ-22), ઋત્વીક સુકવાસ (ઉ.વ-23) અને રાજનગીરી ગોસ્વામી (ઉ.વ-24) મંગળવારે આંણદ થી ભરુચ તરફ જઈ રહ્યા હતા
ત્યારે રાજનગીરીએ કાર સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાડર સાથે અથડાઈને વરસાદી કાસમાં ખાબકી હતી. ફાયર બ્રિગેડને જાણ કરતા લાશ્કરોએ કારને કાંસમાંથી કાઢી હતી અને યુવકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં રાજનગીરીનું સારવાર દરમિયાન મૃત્યું થયું હતું જ્યારે અન્ય યુવકોની હાલત ગંભીર છે.આ બનાવ બાબતે તપસ પટેલના પિતા ભરત પટલે જણાવ્યું હતું કે, તેમનો દિકરો વિદ્યાનગર ખાતે અભ્યાસ કરે છે તેનો મંગળવારે ફોન આવ્યો હતો કે તે માસીના ઘરે જાય છે તેથી તે વિદ્યાનગર ખાતે રહેતી મારી સાળીના ઘરે ગયો હતો ત્યાંથી તે પોતાના મિત્ર સાથે ફરવા ગયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.