તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સાયન્સમાં કોવિડ પ્રોટોકોલના બહાને કેન્ટીન બંધ કરી દેવાઇ, બે દિવસ પહેલાં થયેલી મારામારીના પગલે સુવિધા પર તવાઇ

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આર્ટસ, કોમર્સના વિદ્યાર્થી પણ કેન્ટીનનો ઉપયોગ કરતા હતા

સાયન્સ ફેકલ્ટીમાં મારામારીની ઘટના પછી કોવિડ પ્રોટોકોલ જળવાતો ના હોવાનું કારણ ધરીને કેન્ટીન બંધ કરી દેવામાં આવી હતી. કેમ્પસમાં એકમાત્ર ચાલતી કેન્ટીન બંધ થઇ જતા આર્ટસ,કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ માટે ચા-નાસ્તા માટે કોઇ જગ્યા રહી નથી. એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીની કેન્ટીનમાં બે દિવસ પહેલા મારા મારીની ઘટના બની હતી. આ કેન્ટીનમાં કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા મારા મારી કરી હતી. યુનિવર્સિટી કેમ્પસમાં એકમાત્ર સાયન્સ ફેકલ્ટીમાં કેન્ટીન ચાલુ હતી. જોકે હવે મારા મારીની ઘટના પછી કેન્ટીનને બંધ કરી દેવામાં આવી છે.

આર્ટસ,કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ ભેગા થતા હોવાથી કોવિડ પ્રોટોકોલનો ભંગ થતો હોવાનું કારણ ધરીને કેન્ટીનને તાળા મારી દેવામાં આવ્યા હતા. છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારીના કારણે કેમ્પસ બંધ હતું. વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસ કરી રહ્યા હતા થોડા સમય પહેલા જ ઓફલાઇન શિક્ષણની શરૂઆત કરવામાં આવી હતી. ઓફલાઇન શિક્ષણ શરૂ થતાં વિદ્યાર્થીઓ કેમ્પસમાં આવી રહ્યા છે ત્યારે હજુ કોમર્સ,આર્ટસ ફેકલ્ટી ખાતે કેન્ટીન શરૂ કરવામાં આવી નથી.

ત્યારે એક માત્ર સાયન્સ ફેકલ્ટીમાં કેન્ટીન ચાલુ હતી જેમાં વિદ્યાર્થીઓ ચા-નાસ્તો કરવા એકત્રીત થતાં હતા. જોકે બે દિવસ પહેલા સાયન્સ સીવાયની ફેકલ્ટીના વિદ્યાર્થીઓની મારા મારીની ઘટનાના પગલે કેન્ટીન બંધ કરી દેવામાં આવી હતી. જોકે સત્તાધીશો દ્વારા કેન્ટીનમાં કોવિડ પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું ના હોવાનું કારણ આપીને કેન્ટીન બંધ કરી દેવાની સૂચનાઓ આપી હતી અને જયારે સ્થિતી સામન્ય થશે ત્યારે કેન્ટીન શરૂ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...