તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમેદવારીનો છેલ્લો દિવસ:વડોદરા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગર પાલિકાઓની ચૂંટણી માટે ઉમેદવારોએ વાજતે-ગાજતે ઉમેદવારી પત્રો ભર્યા, કોંગ્રેસે ફોન કરીને મેન્ડેટ આપ્યા

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઉમેદવારો વાજતે-ગાજતે ઉમેદવારી પત્રો ભરવા માટે નર્મદા ભવન અને જિલ્લા પંચાયત સ્થિત તાલુકા પંચાયતની કચેરી ખાતે આવી પહોંચ્યા. - Divya Bhaskar
ઉમેદવારો વાજતે-ગાજતે ઉમેદવારી પત્રો ભરવા માટે નર્મદા ભવન અને જિલ્લા પંચાયત સ્થિત તાલુકા પંચાયતની કચેરી ખાતે આવી પહોંચ્યા.
  • ઢોલ-નગારા અને જય જય કારના નાદથી નર્મદા ભવન અને જિલ્લા પંચાયત કમ્પાઉન્ડ ગુંજી ઉઠ્યા

વડોદરા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગર પાલિકાઓની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાનો શનિવાર છેલ્લો દિવસ છે. ત્યારે બળવાના ડરથી કોંગ્રેસ વડોદરા જિલ્લા પંચાયતની 34 બેઠકો તેમજ તાલુકા પંચાયતો અને નગર પાલિકા માટે મોડી રાત સુધી ઉમેદવારોના નામોની યાદી જાહેર કરી શકી ન હતી. જોકે, કોંગ્રેસ દ્વારા ઉમેદવારોને ફોન કરીને ઉમેદવારી પત્રો ભરવાની સૂચના આપવામાં આવતા ઉમેદવારો વાજતે-ગાજતે ઉમેદવારી પત્રો ભરવા માટે નર્મદા ભવન અને જિલ્લા પંચાયત સ્થિત તાલુકા પંચાયતની કચેરી ખાતે આવી પહોંચ્યા હતા. ઢોલ-નગારા અને જય જય કારના નાદથી નર્મદા ભવન અને જિલ્લા પંચાયત કમ્પાઉન્ડ ગુંજી ઉઠ્યા હતા.

કોંગ્રેસે મોડી રાત સુધી ઉમેદવારોના નામો જાહેર ન કર્યા
ભાજપા દ્વારા બે દિવસ પહેલાંજ જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત અને નગર પાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવતા ભાજપાના ઉમેદવારોએ શુક્રવારે જ ઉમેદવારી પત્રો ભરી દીધા હતા અને પોતાની બેઠકના વિસ્તારમાં પ્રચાર શરૂ કરી દીધો હતો. પરંતુ, બળવાના ડરથી કોંગ્રેસ મોડી રાત સુધી ઉમેદવારોના નામો જાહેર કરી શકી ન હતી. પરંતુ, જિલ્લા પંચાયતની 34 બેઠકો પૈકી 24 જેટલી બેઠકો ઉપર વિરોધ થાય તેવો ન હતો તેવા 24 નામોની યાદી તૈયાર કરી હતી. અને તે બેઠકના ઉમેદવારોને ટેલિફોનીક જાણ કરીને ઉમેદવારી પત્રો ભરવાની સુચના આપવામાં આવી હતી. આ ઉપરાંત જે બેઠક ઉપર નામોની યાદી જાહેર થયા બાદ બળવો થાય તેવી શક્યતા હતી તે બેઠકના ઉમેદવારોને પણ ટેલિફોનીક જાણ કરીને ઉમેદવારી પત્રો ભરવાની સુચના આપવામાં આવી હતી. તેજ રીતે તાલુકા પંચાયતો અને નગર પાલિકાઓની બેઠકના ઉમેદવારોને પણ ટેલિફોનીક જાણ કરીને ઉમેદવારી પત્રો ભરવાની સુચના આપવામાં આવી હતી.

ભાજપના જયેશ કુમાર પટેલે રણોલી બેઠક પર ઉમેદવારી નોંધાવી.
ભાજપના જયેશ કુમાર પટેલે રણોલી બેઠક પર ઉમેદવારી નોંધાવી.

ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા
જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે કોંગ્રેસમાંથી જિલ્લા પંચાયતની સોખડા બેઠક ઉપરથી કિરણ રાઠોડ, અનગઢ બેઠક ઉપરથી પારૂલબેન મકવાણા, ચોકારી બેઠક ઉપર કૈલાસબહેન પઢીયાર, દશરથ બેઠક ઉપર નરેન્દ્રભાઇ રોહિત, વલણ બેઠક ઉપર એમ.આઇ. પટેલ, વડુ બેઠક ઉપર અર્જુનસિંહ પઢીયાર, મંજુલાબહેન વસાવા સહિત 34 બેઠકના ઉમેદવારો સહિત ચૂંટણી લડવા મક્કમ દાવેદારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. તેજ રીતે તાલુકા પંચાયતો અને નગર પાલિકાના ઉમેદવારોએ પણ ઉમેદવારી પત્રો ભર્યા હતા. આ ઉપરાંત જિલ્લા પંચાયતની રણોલી બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર જયેશકુમાર પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આમ આજે ભાજપા અને કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા.

તાલુકા પંચાયતો અને નગર પાલિકાના ઉમેદવારોએ પણ ઉમેદવારી પત્રો ભર્યા હતા.
તાલુકા પંચાયતો અને નગર પાલિકાના ઉમેદવારોએ પણ ઉમેદવારી પત્રો ભર્યા હતા.

કોંગ્રેસમાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો
કોંગ્રેસ દ્વારા નામોની યાદી જાહેર કરવામાં ન આવતા ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો. ઝંડા, બેનરો સાથે વિવિધ વાહનોમાં ઢોલ-નગારા સાથે ઉમેદવારી પત્રો ભરવા માટે જિલ્લા પંચાયત ભવન અને નર્મદા ભવન ખાતે ઉમેદવારો આવી પહોંચતા રાજમહેલ રોડ અને જેલ રોડ ઉપર ટ્રાફિક વ્યવહાર ખોરવાઇ ગયો હતો. તે સાથે ઉમેદવારોથી કચેરીઓ ઉપર કીડીયારાની જેમ ઉભરાઇ ગઇ હતી. કોંગ્રેસ દ્વારા મોડી રાત સુધી યાદી જાહેર કરવાના બદલે સવારે મેન્ડેડ પકડાવી ઉમેદવારી પત્રો ભરાવ્યા હોવાની જાણ કપાયેલા ઉમેદવારોને થતાં રોષ જોવા મળ્યો હતો. અને તેઓએ પણ જે બેઠક ઉપરથી ટિકિટ માંગી હતી અને ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. આજે ઉમેદવારી પત્રો ભરવાના છેલ્લા દિવસે ઉમેદવારી પત્રો ભરવા માટે ભારે ધસારો રહ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

વધુ વાંચો