તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાજપ પાર્ટી દ્વારા 11 ફેબ્રુઆરીના રોજ મોડી સાંજે વડોદરા જિલ્લા પંચાયતની 34 બેઠકો, તાલુકા પંચાયતની 167 બેઠકો અને નગરપાલિકાની 88 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરી દિધા હતા.જેમાં સગાવાદના નિયમ પ્રમાણે મોવડી મંડળે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની દીકરી નિલમ શ્રીવાસ્તવની ગોરજ જિલ્લા પંચાયતની બેઠક પરથી ટિકિટ કાપી નાખી છે. આ ઉપરાંત પોર બેઠક માટે ધારાસભ્ય શૈલેષ સોટ્ટા અને અક્ષય પટેલ દ્વારા એપીએમસી પ્રમખુ પતિ શૈલેષ પટેલનું નામ સંગઠનને આપ્યું હતું, પરંતું સંગઠને જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અશોક પટેલને ટિકિટ આપીને પોતાનો હાથ ઉચો રાખ્યો છે. ઉલ્લેખનીય છે કે, અશોક પટેલનું નામ પૂર્વ ધારાસભ્ય અને સંગઠનના કાર્યકર સતીશ નિશાળીયાએ સંગઠનને આપ્યું હતું. બીજી તરફ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપકની ભાજપે વોર્ડ નંબર 15માંથી ટિકિટ કાપતા તેને અપક્ષમાં ઉમેદવારી નોંધાવી હતી,પરંતું 3 સંતાનો મુદ્દે ભાજપના જ ઉમેદવારે વાંધો લઈ પુરાવા રજુ કરતા ચૂંટણી અધિકારીએ દિપકનું ઉમેદવારી પત્ર રદ કર્યું હતું.ત્યારે ફરી વખત મધુ શ્રીવાસ્તવની દિકરી નિલમ શ્રીવાસ્તવે ગોરજ જિલ્લા પંચાયતની સીટ પરથી ટિકિટ માંગતા મોવડી મંડળે નિલમને ટિકિટ ન આપી ગોરજ સીટ પરથી કલ્પનાબેન પટેલને ટિકિટ આપી છે. જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલ (કોયલી)એ જણાવ્યું હતું કે, પાદરા નગરપાલિકા વોર્ડ નંબર -4 અને શિનોર તાલુકા પંચાયતની બેઠકના ઉમેદવારોના નામ જાહેર કરાયા નથી. જેટલા પણ કાર્યકર્તાઓ એ ટિકિટ માંગી છે તે તમામ ભાજપ પક્ષના વફાદાર સૈનિક છે. એક જગ્યાએ એક સીટ હોય એક ઉમેદવારને જ ટિકિટ અપાય છે. મધુ શ્રીવાસ્તવની દીકરીએ જે ટિકિટ માંગી હતી તેની મને કોઈ જાણકારી નથી. જ્યારે નિલમ શ્રીવાસ્તવ અપક્ષમાં ફોર્મ ભરે તેવું મને લાગતું નથી,જો તે અપક્ષમાં ફોર્મ ભરશે તો શું કરવું તે પાર્ટી નક્કી કરશે. અમારા વફાદાર કાર્યકર્તાઓ અપક્ષ કે બીજા પક્ષમાં જઈ ઉમેદવારી પત્ર નહીં ભરે. જ્યારે વલણમાં મુસ્લિમ કેન્ડિડેટને ટિકિટ અપાઈ તે અમારો પક્ષ કોમવાદ નથી કરતા તે સાબિત કરે છે. જ્યારે પોરમાં અશોક પટેલને ટિકિટ અપાઈ છે, સંગઠનના નિર્ણય સામે ધારાસભ્યો કોઈ દખલ નથી કરતા,જેથી કોઈ ધારાસભ્ય આ અંગે નારાજ નહી થાય.
જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કારોબારી ચેરમેનને ટિકિટ અપાઈ
જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સુધાબેન કમલેશભાઈ પરમારને મોભા જિલ્લા પંચાયત,પૂર્વ કારોબારી ચેરમેન કમલેશ મૂળજીભાઈ પટેલને પિલોલ જિલ્લા પંચાયતની બેઠક પરથી ટિકિટ આપી હતી. આ બેઠક પર ગત ટર્મમાં તેમની પત્નિ રમીલાબેન પટેલને ટિકિટ અપાઈ હતી.ઉલ્લેખનિય છે કે, કમલેશ પટેલ ગત ચૂંટણીમાં ટુંડાવ બેઠક પરથી જીત્યાં હતાં.આ ઉપરાંત ગોઠડા બેઠક પર દિલીપ મોહનભાઈ ચૌહાણને રીપીટ કરાયા છે. પોર બેઠક પર રીનાબેન અશોકભાઈ પટેલની જગ્યાએ તેમના પતિ અશોકભાઈ પટેલને ટિકિટ આપી છે. શિહોરા બેઠક પર રણજીતસિંહ ધૂળસિંહ પરમારની જગ્યાએ તેમની પત્ની કોકીલાબેન રણજીત પરમારને ટિકિટ અપાઈ છે. બીજી તરફ વલણ જિલ્લા પંચાયત સહિત નગર પાલિકામાં 14 અને તાલુકા પંચાયતમાં 7 બેઠકો મળી કુલ 22 બેઠકો પર ભાજપે મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી છે
ભાજપના ઉમેદવારો
ક્રમ | બેઠક | ઉમેદવાર |
1 | અનગઢ | હંસાબેન રાજુભાઈ ગોહિલ |
2 | દશરથ | નરેન્દ્રભાઈ પરસોત્તમભાઈ રોહિત |
3 | પોર | અશોકભાઈ રાવજીભાઈ પટેલ |
4 | રણોલી | જયેશકુમાર જયંતિલાલ પટેલ |
5 | સયાજીપુરા | મથુરભાઈ લખુભાઈ રાઠોડિયા |
6 | શેરખી | હર્ષાબેન હિતેન્દ્રસિંહ પરમાર |
7 | સોખડા | જયંતિભાઈ છોટાભાઈ પરમાર |
8 | ચાંદોદ | રેવાબેન કનુભાઈ વસાવા |
9 | કાયાવરોહણ | દિપ્તીબેન ભાસ્કરભાઈ પટેલ |
10 | સિમળીયા | અશ્વિનકુમાર છીતાભાઈ પટેલ |
11 | થુવાવી | કલ્પનાબેન અંબરિશભાઈ પટેલ |
12 | ચોરંદા | જીજ્ઞેશ ભીખાભાઈ વસાવા |
13 | કંડારી | મીત્તલબેન અતુલભાઈ પટેલ |
14 | મીયાગામ | વસંતભાઈ હઠીભાઈ વસાવા |
15 | વલણ | વાજીદહુસેન મકબુલભાઈ સંધિ |
16 | ડેસર | મનીષાબેન દલપતસિંહ પરમાર |
17 | શિહોરા | કોકીલાબેન રણજીતસિંહ પરમાર |
18 | ભાદરવા | ગાયત્રીબેન મુલરાજસિંહ મહિડા |
19 | ધનતેજ | મીનાબેન રણજીતસિંહ પરમાર |
20 | ગોઠડા | દિલીપ મોહનભાઈ ચૌહાણ |
21 | પિલોલ | કમલેશ મૂળજીભાઈ પટેલ |
22 | વાંકાનેર | મોહનસિંહ છોટાભાઈ પરમાર |
23 | સાધલી | સુમિત્રાબેન શૈલેષભાઈ વસાવા |
24 | શિનોર | ભાવનાબેન વિકાસભાઈ પટેલ |
25 | ગોરજ | કલ્પનાબેન પુરષોત્તમભાઈ પટેલ |
26 | જરોદ | રાજેન્દ્રકુમાર મનુભાઈ પટેલ |
27 | કોટંબી | રેશ્માબેન શંકરભાઈ વસાવા |
28 | વાઘોડિયા | નિલેશભાઈ પુરાણી |
29 | ચોકારી | કૈલાશબેન ગણપતસિંહ જાદવ |
30 | ડભાસા | નવિનભાઈ બેચરભાઈ સોલંકી |
31 | ગણપતપુરા | કાન્તાબેન કાનજીભાઈ પરમાર |
32 | મોભા | સુધાબેન કમલેશભાઈ પરમાર |
33 | મુજપુર | પુષ્પરાજસિંહ વિજયસિંહ પઢિયાર |
34 | વડુ | દેવીસિંહ પ્રતાપસિંહ પઢિયાર |
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.