તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રેનો કેન્સલ:PM મોદીએ અઢી મહિના પહેલા લીલીઝંડી આપેલી કેવડિયા-પ્રતાપનગર 2 મેમુ ટ્રેન અનિશ્ચિત મુદ્દત માટે બંધ, પેસેન્જર ન મળતા ટ્રેનો રદ્દ કરાઇ

વડોદરા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
કેવડિયા-પ્રતાપનગર 2 મેમુ ટ્રેનને પેસેન્જર ન મળતા રદ્દ કરી દેવામાં આવી છે - Divya Bhaskar
કેવડિયા-પ્રતાપનગર 2 મેમુ ટ્રેનને પેસેન્જર ન મળતા રદ્દ કરી દેવામાં આવી છે
 • અમદાવાદ-કેવડિયા જનશતાબ્દીને દરેક સોમવારે રદ્દ કરી દેવામાં આવી છે

કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીને દેશના 6 રાજ્યો સાથે જોડતી 8 ટ્રેનોને પીએમ મોદીએ અઢી મહિના પહેલા વર્ચ્યુઅલ લોકાર્પણ કરીને લીલી ઝંડી આપીને રવાના કરી હતી. જે પૈકી કેવડિયા-પ્રતાપનગરની 2 મેમુ ટ્રેનોને પેસેન્જર ન મળતા અનિશ્ચિત મુદ્દત માટે કેન્સલ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ટ્રેન નંબર કેવડિયા-અમદાવાદ જનશતાબ્દી અને અમદાવાદ-કેવડિયા જનશતાબ્દીને દરેક સોમવારે રદ્દ કરી દેવામાં આવી છે.

અઢી મહિના વીતવા છતાં ટ્રેનોને પ્રવાસીઓ મળતા નથી
દેશભરમાંથી ટ્રેનો મારફતે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે વિવિધ રાજ્યોના લોકો આવી રહ્યા છે, પરંતુ, ગુજરાતમાં અમદાવાદથી કેવડિયા અને પ્રતાપનગર-ડભોઇ-કેવડિયા લાઇન પર શરૂ કરાયેલી મેમુ ટ્રેનોને પ્રવાસીઓ મળી રહ્યા નથી. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ટ્રેન સેવા શરૂ થયાને અઢી મહિના વીતી જવા છતાં ટ્રેનોને પ્રવાસીઓ ન મળી રહ્યા હોવાથી વડોદરા રેલવે ડિવિઝન દ્વારા પેસેન્જરો વગર દોડતી ટ્રેનોને રદ્દ કરવામાં આવી છે.

દેશના 6 રાજ્યો સાથે જોડતી 8 ટ્રેનોને પીએમ મોદીએ અઢી મહિના પહેના વર્ચ્યુઅલ લોકાર્પણ કરીને લીલી ઝંડી આપીને રવાના કરી હતી
દેશના 6 રાજ્યો સાથે જોડતી 8 ટ્રેનોને પીએમ મોદીએ અઢી મહિના પહેના વર્ચ્યુઅલ લોકાર્પણ કરીને લીલી ઝંડી આપીને રવાના કરી હતી

કઇ કઇ ટ્રેનો રદ્દ કરાઇ
કેવડિયાથી બપોરે 2 કલાકે ઉપડતી ટ્રેન નં-09110 કેવડિયા-પ્રતાપનગર અને પ્રતાપનગરથી બપોરે 3.35 કલાકે ઉપડતી સ્પેશ્યલ મેમુ ટ્રેન આગળના આદેશ સુધી રદ્દ કરી દેવાઈ છે. આ ઉપરાંત અમદાવાદથી રોજ ઉપડતી વિસ્ટાડોમ કોચ ધરાવતી જનશતાબ્દી ટ્રેનની પણ સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે દોડવાઇ રહી છે. જોકે, સોમવારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી બંધ રહેતું હોવાથી ગુજરાતમાંથી પ્રવાસીઓ ટ્રેનને મળતા નથી. ટ્રેન નં-09248 કેવડિયા-અમદાવાદ જનશતાબ્દી અને અમદાવાદ-કેવડિયા જનશતાબ્દીને દરેક સોમવારે રદ્દ કરી દેવામાં આવી છે.

અમદાવાદ-કેવડિયા જનશતાબ્દીને દરેક સોમવારે રદ્દ કરી દેવામાં આવી છે
અમદાવાદ-કેવડિયા જનશતાબ્દીને દરેક સોમવારે રદ્દ કરી દેવામાં આવી છે

પીએમ મોદી 17 જાન્યુઆરીએ વર્ચ્યુઅલ લોકાર્પણ કરીને લીલી ઝંડી આપી હતી
ઉલ્લેખનિય છે કે, કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીને દેશના 6 રાજ્યો સાથે જોડતી 8 ટ્રેનોને પીએમ મોદી 17 જાન્યુઆરીએ વર્ચ્યુઅલ લોકાર્પણ કરીને લીલી ઝંડી આપીને રવાના કરી હતી. આ ટ્રેનો સ્ટેચ્યૂ ઓફ યુનિટીને સીમલેસ ક્નેક્ટિવિટી પ્રદાન કરી હતી. આ ઉપરાંત દેશના પહેલા ગ્રીન બિલ્ડીંગ રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન સમારોહ દરમિયાન ગુજરાતમાં રેલવે સંબંધિત અન્ય અનેક પ્રોજેક્ટ્સનું પણ મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો