વિવાદ:મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની છાત્રાને પરીક્ષા આપવા ન દેવા મુદ્દે સોશિયલ મીડિયા પર કેમ્પેઇન શરૂ

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માત થતાં વિદ્યાર્થિની પરીક્ષામાં મોડી પહોંચી હતી
  • જસ્ટિસ ફોર હિતાક્ષી, બેટી બચાવો-બેટી પઢાવો ઝુંબેશમાં છાત્રો જોડાયા

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની વિદ્યાર્થિનીને અકસ્માત થયા બાદ વર્ષ ન બગડે તે માટે પરીક્ષા આપવા પહોંચી હતી, જોકે યુનિ. સત્તાધીશોએ તેને બેસવા દીધી નહોતી. આ ઘટના બાદ તેને ન્યાય અપાવવા સોશિયલ મીડિયા પર કેમ્પઇન શરૂ કરાયું છે. જસ્ટિસ ફોર હિતાક્ષી વૈધ, બેટી બચાવો-બેટી પઢાઓ સાથે કોમર્સ સહિતના વિદ્યાર્થી દ્વારા કેમ્પેઇન કરાયું છે.

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનીની કોમર્સ ફેકલ્ટીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હિતાક્ષી વૈધને મનીષા ચોકડી પાસે કૂતરું આવી જતાં અકસ્માત થયો હતો અને તેને મોઢા અને પગના ભાગે ઈજા પહોંચી હતી. હિતાક્ષી એક કલાક મોડી પડતાં તેને પરીક્ષામાં બેસવા દેવાઈ ન હતી. જેથી અન્ય વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

કોમર્સ સહિત અન્ય ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ જસ્ટિસ ફોર હિતાક્ષી વૈધ, બેટી બચાવો-બેટી પઢાઓ સાથે સોશિયલ મીડિયા પર કેમ્પઇન કર્યું છે. બીજી તરફ હિતાક્ષીએ યુનિવર્સિટી સત્તાધીશોને લેખિતમાં રજૂઆત કરી હતી. જેમાં તેણે ઘટના વર્ણવી હતી અને સ્પેશિયલ કેસમાં પરીક્ષા લેવા રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...