તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:10મી સુધીમાં મેમૂની જનરલ ટિકિટ શરૂ થતાં રૂા.32 બચશે, તમામ મેમૂ અનરિઝર્વ ટ્રેન તરીકે કાર્યરત કરવા કવાયત

વડોદરા7 મહિનો પહેલાલેખક: અર્પિત પાઠક  
  • કૉપી લિંક
  • મેમૂમાં અપડાઉન કરતા 35 હજાર લોકો માટે રાહતરૂપ નિર્ણય

કોરોના મહામારી દરમિયાન બંધ થયેલી શિડ્યુલ ટ્રેન પૂર્વવત કરવા માટે રેલવે દ્વારા કવાયત હાથ ધરાઇ છે, ત્યારે 10 માર્ચ સુધીમાં ફરી એક વખત સામાન્ય મુસાફરો માટેની જનરલ ટિકિટ ચાલુ કરવામાં આવશે. રેલવેના આ નિર્ણયથી સામાન્ય નોકરિયાત વર્ગને રિઝર્વેશન ના રૂા. 15 અને ઓનલાઈન બુકિંગ ના રૂા.17 જેવો માતબર ખર્ચે બચી જશે.

કેવડિયા માટે ચાલી રહેલી મેમુ ટ્રેનમાં પણ આ નિર્ણય લાગુ પડશે. જોકે રેલવે દ્વારા ખાસ વડોદરાથી સુરત, અમદાવાદ, દાહોદ માટે માત્ર 6 ટ્રેન ચલાવાઈ રહી છે. પ્રતાપ નગર- કેવડિયા ચાલી રહેલી ચાર મેમુ ટ્રેન ડભોઇના મુસાફરોને માત્ર રૂા. 20માં ડભોઇ પહોંચાડશે. રેલવે દ્વારા સામાન્ય નાગરિકોની જરૂરિયાત માટે જનરલ ટિકિટ નો નિર્ણય લેવાયો છે પરંતુ પ્લેટફોર્મ ક્રિકેટ ચાલુ કરવામાં નહીં આવે. મુંબઇ સબર વનમાં જેમના જુના પાસની વેલીડીટી હોય તેમને રિન્યુ કરી અપાય છે, પરંતુ મેમુ ટ્રેન અંગે નવા પાસ અને જૂનાની વેલીડીટી રિન્યુ કરવાનો નિર્ણય હજુ લેવાયો નથી.

અન્ય સમાચારો પણ છે...