વડોદરાના ભવ્ય લક્ષ્મી વિલાસ પેલોસમાં યોજાયેલા ત્રણ દિવસીય વિન્ટેજ કાર શોમાં ડાન્સ, કળા અને સંસ્કૃતિની સાથે દુનિયા ભરમાંથી આવેલી શાનદાર કાર્સ અને બાઇક્સની સાથે જ મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ જોવા મળી. 21 ગન સેલ્યૂટ કોનકોર્સ ડી’એલિગંસની 10મી આવૃત્તિમાં સૌથી દુર્લભ અને સૌથી સુંદર 200 વિન્ટેજ કાર્સ વચ્ચે એક જબરદસ્ત લડાઇ બાદ ઉદ્યોગપતિ ગૌતમ સિંઘાનિયાની 1934 પેકોર્ડ 1107 કૂપે રોડસ્ટરે બેસ્ટ ઑફ શો જીત્યો છે.
બીજું સ્થાન 1949 રોલ્સ-રોયસ સિલ્વર રેથે મેળવ્યું
સુંદર, શાનદાર અને આશ્ચર્યજનક વેન્ટેજ બ્યૂટીઝે વડોદરાવાસીઓનું ધ્યાન આકર્ષિત કર્યું અને જ્યૂરીનું પણ હૃદય જીતી લીધુ. ઉદ્યોગપતિ ગૌતમ સિંઘાનિયા, સીએમડી, મેન્ડ ગ્રુપે આ વિન્ટેજ બ્યૂટીના ગૌરવશાળી માલિક તરીકે હંમેશા પોતાથી આ કારથી લઈને ઉત્સાહથી ભરપૂર રહ્યા છે. ત્યારબાદ બીજુ સ્થાન યૌહાન પૂનાવાલાની 1949 રોલ્સ-રોયસ સિલ્વર રેથે મેળવ્યું અને ત્રીજું સ્થાન દિલજીત ટાઇટ્સની 1936 નૈસ એમ્બેસેડર સીરીઝ 1920 સેડાને પ્રાપ્ત કરી. આ ત્રણેય કારો પોતાની રીતે શાનદાર છે.
બાઇકની શ્રૈણીમાં કોને મેદાન માર્યું?
તો બાઇક કેટેગરીમાં ધ બેસ્ટ ઑફ શોનો એવોર્ડ 1958 વેલકોટ વેનમ 500 સિંગલે જીત્યો, જેના માલિક પુણેના રૂબેન સોલોમેન છે. તેમણે જણાવ્યું હતું કે, આટલા બધા વર્ગો વચ્ચે આ પ્રકારની જોરદાર પ્રતિસ્પર્ધામાં બેસ્ટ કારનો ખિતાબ જીતવો આ પળો સાથે વળગી રહેવાની અને ઉજવણી કરવાની ક્ષણ છે. એડવર્ડિયન, પ્રી પોસ્ટ વોરની અમેરિકી અને પ્રી વોર યૂરોપીય કારો, એમજી, રોલ્સ-રોયસ, બેંટલે, પ્રિઝર્વેશન, જગુઆર અને ડેમલર જેવી વિભિન્ન નામોને સમ્માનિત જ્યૂરી પેનલ દ્વારા આંકવામાં આવી હતી, જેનું નેતૃત્વ ચીફ જજ શ્રી ક્રિસ્ટિયન ક્રેમરે કર્યો હતો.
પર્યટન મંત્રાલયના સહયોગીથી આયોજન થયું
21 ગન સેલ્યૂટ કોનકોર્સ ડી’એલિગેન્સની 10મી આવૃત્તિ એશિયાની સૌથી પ્રતિક્ષીત, પ્રશંસિત અને આંતરરાષ્ટ્રીય સ્તર પુરસ્કૃત મોટરિંગ ઇવેન્ટ છે. તેનું આયોજન 21 ગન સેલ્યૂટ હેરિટેજ એન્ડ કલ્ચરલ ટ્રસ્ટ દ્વારા પર્યટન મંત્રાલય, ભારત સરકારના સહયોગથી અને અતુલ્ય ભારત અભિયાનને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત પર્યટનના મજબૂત સમર્થન સાથે આયોજિત કરવામાં આવે છે. 21 ગન સેલ્યૂટને દેશ-વિદેશમાં થનારા આ પ્રકારના અન્ય તમામ આયોજનથી અલગ કરે છે કે, આ ભારતીય સંસ્કૃતિ અને મોટરિંગ ઉત્કૃષ્ટતા સમામેલનની સાથે ત્રણ દિવસ સુધી જળવાઇ રહ્યું.
જ્યૂરી પેનલનું નેતૃત્વ કરવું શાનદાર અનુભવ
ક્રિસ્ટિયન ક્રેમર, ચીફ જજ, કોનકોર્સે જણાવ્યું, “21 ગન સેલ્યૂટ કોનકોર્સમાં જ્યૂરી પેનલનું નેતૃત્વ કરવું હંમેશા એક શાનદાર અનુભવ હોય છે અને દર વર્ષે 21 ગન સેલ્યૂટ કોનકોર્સ આઈસીજીએજી જજિંગ અને ચોક્કસ પુનઃસંગ્રહ પર ભાર આપવા સાથે વિશાળ અને શ્રેષ્ઠ હોય છે. હું કોનકોર્સ ઓર્ગેનાઇઝેશન અને ઉપસ્થિતિમાં દુર્લભ અને શ્રેષ્ઠત્તમ માસ્ટરપીસીસથી અત્યાધિત પ્રભાવિત થયો છું.”
હું સન્માનિત અનુભવી રહ્યો છું
21 ગન સેલ્યૂટ હેરિટેજ એન્ડ કલ્ચરલ ટ્રસ્ટના ચેરમેન અને મેનેજિગં ટ્રસ્ટી મદન મોહને વિજેતાઓને અભિનંદન પાઠવ્યા બાદ જણાવ્યું હતું કે, “હું સન્માનિત અનુભવી રહ્યો છું, કારણકે મેં શ્રેષ્ઠથી શ્રેષ્ઠ સુંદર યુદ્ધ જોયું છે. આ અદભૂત કાર્યક્મને આયોજિત કરવું એક સન્માનની વાત હતી, જ્યાં સ્પર્ધકોએ ન માત્ર ઑટોમોબાઇલ જગતની જૂની અને દુર્લભ અજાયબીઓને ખરીદી, પરંતુ તેમની સંબંધિત દુલ્રભતાઓના ઈતિહાસ અને આકર્ષક કહાનીઓને પણ ખરીદી.
આવનારા ભવિષ્યમાં અમે દિગ્ગજોની ખુશ કરતા રહીશું
ભારતની સમૃદ્ધ વિરાસત અને સંસ્કૃતિની સાથે શાનદાર ઑટોમોબાઇલનું સમામેલન દર્શકોની આંખોને આશ્ચર્યથી ઝગમગાટ અને સૌથી અનોખો અનુભવ પ્રદાન કરવામાં પણ અસફળ થતો નથી. અમે આશા રાખીએ છે કે આવનારા ભવિષ્યમાં અમે દિગ્ગજોની ખુશ કરતા રહીશું અને યુવા ઉત્સાહી લોકોને પ્રેરિત કરતા રહીશું. આવતા વર્ષે તેનું આયોજન વધુ ભવ્યતા અને વિશાળતાની સાથે કરવામાં આવશે.”
વિજેતા કાર્સ અને બાઇક્સ
Class A - Veteran & Edwardian
Class B - Pre -war European
Class C - Small cars (Pre-war)
Class D- Pre- War American (Closed cars)
Class E - Pre War American (Convertible cars)
Class F - Post War European
Class G Post War American (Closed cars)
Class H- Post-War American (Convertibles)
Class I - Rolls-Royce & Bentley (Pre-1975)
Class J- Motorcars of the Baroda State
Class K- Preservation NWC
Class L -MG Cars (Pre 1990)
1st 1958 MGA Roadster Mr. C J Santosh Babu
2nd 1950 MG YT Mr. Daman Thakore
3rd 1969 Mg Midget Mr. Amal Tanna
Class M- Playboy Cars -Coupes, Convertible & Roadsters (Pre 1980)
Class N- Indian Heritage
Class P - Multi Utility Vehicles
Class Q - Military Vehicles
Class - Bollywood Vehicles
Special Awards
Class - Mahindra Vehicles
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.