તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:શુક્ર ગ્રહ કર્ક રાશિમાં પ્રવેશતાં કલાક્ષેત્ર સાથેના વ્યવસાય ફરી ધમધમશે : તુલા,મકર અને કુંભ રાશિ માટે શુભ સમય

વડોદરા3 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કપડાં, જ્વેલરી, હોટલ, રેસ્ટોરાં અને ટુરિઝમના વ્યવસાયો માટે સારો સમય રહેશે

શુક્ર ગ્રહ 22 જૂનના રોજ મિથુન રાશિમાંથી કર્ક રાશિમાં પ્રવેશ કરી ચુક્યો છે,જે 17 જુલાઈ સુધી કર્ક રાશિમાં જ રહેશે. શુક્ર ગ્રહ ગીત, સંગીત અને કલા ક્ષેત્રે તથા દરેક ભૌતિક સુખ-સાધન ઉપર પોતાનું પ્રભુત્વ ધરાવે છે. જેથી કોવિડના સમયમાં કેટલાય સમયથી બંધ સિનેમા ગૃહો, નાટ્યગૃહો, ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ, ટુરીઝમ સાથે જોડાયેલા વ્યવસાયો પર શુક્ર ગ્રહની પોઝિટિવ અસર પડશે. શુક્ર ગ્રહનું રાશિ પરિવર્તન તુલા,મકર અને કુંભ રાશિ માટે અત્યંત શુભ ફળ પ્રદાન કરાવશે

શાસ્ત્રી નયન જોષીએ જણાવ્યું હતું કે,કર્ક રાશિ ચંદ્ર ગ્રહની રાશિ છે. શુક્ર ગ્રહનું મિથુન રાશિમાંથી કર્ક રાશિમાં આ ગોચર પરિવર્તન વિશેષ કરીને કલા રસિકો માટે શુભ ફળદાયી રહેશે. તદ્ઉપરાંત કપડા, જ્વેલરી, હોટલ, રેસ્ટોરાં અને ટુરીઝમ સાથે જોડાયેલા તમામ વ્યવસાયો માટે શુક્ર મહારાજ સારા સારા સમાચાર પ્રાપ્ત કરાવનાર સાબિત થશે. શુક્ર ગ્રહ ગ્લેમરનો કારક ગ્રહ હોવાથી આ સમય અવધિ દરમિયાન સિનેમા હોલ ,પ્રવાસન ક્ષેત્ર અને ખાણી-પીણીના વેપારીઓ માટે ઘણા સારા સકારાત્મક નિર્ણય લેવામાં આવી શકે છે. આ તમામ ધંધાઓમાં તેજી જોવા મળશે.

આ ઉપરાંત બારેય રાશિ ઉપર પણ આ રાશિ પરીવર્તનની અસર વર્તાશે. જે અંતર્ગત તુલા,મકર અને કુંભ રાશિ માટે શુક્ર ગ્રહ અત્યંત શુભ ફળ પ્રદાન કરાવશે. જ્યારે વૃષભ, મિથુન, કર્ક, કન્યા,વૃશ્ચિક અને મીન રાશિ માટે મિશ્રીત સમય રહેશે. આ ઉપરાંત મેષ, સિંહ અને ધન રાશિને ખર્ચનું પ્રમાણ રહેશે.

17 જુલાઈ સુધી બારેય રાશિનું ફળકથન

 • મેષ | ખર્ચનું પ્રમાણ વધશે
 • વૃષભ| આકસ્મિક લાભ થશે
 • મીથુન | અટકેલા કામ પૂર્ણ થશે
 • કર્ક | યાત્રા-પ્રવાસના યોગ ઉદભવે
 • સિંહ | માનસિક ઉદવેગ ઉદભવે
 • કન્યા | નોકરી-ધંધામાં સન્માનમાં વધારો થાય
 • તુલા | માંગલિક શુભ પ્રસંગનું આયોજન થાય
 • વૃશ્ચિક|ભાગ્યવૃદ્વિ થશે
 • ધન | સાહસ કરવું નહી
 • મકર| લગ્ન ઈચ્છુકો માટે શુભ સમય
 • કુંભ| માંગલિક કાર્યમાં વ્યસ્ત રહેશો
 • મીન | સંતાન સંબંધી પ્રશ્નો ઉકેલાશે
અન્ય સમાચારો પણ છે...