• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Business Summit In Vadodara On The Occasion Of PM Modi's Birthday, BJP Youth Front President Said, 'Rahul Gandhi Walking talking Meme'

ઉજવણી:વડોદરામાં PM મોદીના જન્મદિવસ નિમિતે બિઝનેસ સમિટ, ભાજપના યુવા મોર્ચા અધ્યક્ષે કહ્યું,'રાહુલ ગાંધી વોકીંગ-ટોકીંગ મીમ'

વડોદરાએક મહિનો પહેલા
રાહુલ ગાંધીએ ભાજપા અને આર.એસ.એસ.ના હિંદુત્વને લઇને કરેલા નિવેદન અંગે ભાજપાના રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષે જવાબ આપ્યો
  • ભાજપાના રાષ્ટ્રીય યુવા મોરચા અધ્યક્ષ તેજસ્વી સૂર્યાએ રાહુલ ગાંધી સહિત મમતા બેનર્જી પર ટીપ્પણી કરી

વડોદરામાં શહેર ભાજપા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71માં જન્મ દિવસની ઉજવણી નિમીત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે બિઝનેસ સમીટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બિઝનેસમાં સમિટીમાં ભાજપાના રાષ્ટ્રીય યુવા મોરચા અધ્યક્ષ તેજસ્વી સૂર્યાએ હાજરી આપી હતી. તેમણે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશમાં જ્યારે ચૂંટણીઓ આવે છે, ત્યારે તેઓને પોતે જનોઇ ધારી બ્રાહ્ણણ હોવાનું યાદ આવી જાય છે. તેઓ ચાલતા-ફરતા વોકીંગ-ટોકીંગ મીમ છે.

તેજસ્વી સૂર્યાએ રાહુલ ગાંધી અને મમતા બેનર્જી પર પ્રહાર કર્યાં હતાં.
તેજસ્વી સૂર્યાએ રાહુલ ગાંધી અને મમતા બેનર્જી પર પ્રહાર કર્યાં હતાં.

રાહુલ-મમતા પર પ્રહાર
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપા અને આર.એસ.એસ.ના હિંદુત્વને લઇને કરેલા નિવેદન અંગે ભાજપાના રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ તેજસ્વી સૂર્યાએ વધુમાં જણાવ્યું હતું કે, તેઓને દેશના કોઇ લોકો ગંભીરતાથી લેતા નથી. રાહુલ ગાંધી ઇલેક્શન બ્રાહ્ણણ અને ઇલેક્શન હિંદુ છે. ખાસ કરીને યુ.પી.માં ચૂંટણી આવે છે ત્યારે તેઓ જનોઇ ધારી બ્રાહ્ણણ બની જાય છે. અને મંદિરોમાં જવાનું શરૂ કરી દેતા હોય છે. તેઓએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અંગે પણ ટીપ્પણી કરી હતી.

સમિટીમાં યુવા ઉદ્યોગકારો હાજર રહ્યાં હતાં.
સમિટીમાં યુવા ઉદ્યોગકારો હાજર રહ્યાં હતાં.

બિઝનેસમેન સાથે વાર્તાલાપ
બિઝનેસ મીટમાં મોટી સંખ્યામાં યુવા બિઝનેસ મેન ઉપસ્થિત રહ્યા છે. તે જોઇને ખૂશી થાય છે.વડાપ્રધાને દેશના યુવાઓ બિઝનેસમાં આગળ વધે તે માટે સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે મુદ્રા લોન જેવી અનેક યોજનાઓ અમલમાં મુકી છે. જેનો યુવાનો દ્વારા બહોળો લાભ લેવામાં આવી રહ્યો છે. વડોદરા અને ગુજરાત બિઝનેસમાં શ્રષ્ઠ છે. જેમાં વડોદરા બિઝનેસની સાથોસાથે કલા ક્ષેત્રે પણ આગળ છે. તેમણે બિઝનેસ મીટમાં હાજર રહેલા યુવા બિઝનેસ મેનો સાથે વાર્તાલાપ કર્યો હતો.