તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરા PI પત્ની ગુમ કેસ:દહેજના અટાલી ગામના અવાવરુ મકાનમાંથી સળગેલા હાડકાં મળ્યાં ત્યાંથી હવે સ્વીટીના PI પતિનું મોબાઇલ લોકેશન મળ્યું

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુમ સ્વીટી પટેલ અને દહેજના અટાલી ગામના અવાવરુ મકાનમાંથી સળગેલી હાલતમાં મળેલા હાડકા - Divya Bhaskar
ગુમ સ્વીટી પટેલ અને દહેજના અટાલી ગામના અવાવરુ મકાનમાંથી સળગેલી હાલતમાં મળેલા હાડકા
  • થોડા દિવસ બાદ પણ જરૂર પડ્યે ફરીથી PIનો સીડીએસ ટેસ્ટ કરાશે

વડોદરા જિલ્લા SOGના પીઆઇ એ.એ.દેસાઈનાં પત્નીના ગુમ થવાના ચકચારી પ્રકરણમાં પોલીસની ટીમો છેલ્લા 5 દિવસથી દહેજ પંથકનાં ગામોમાં સર્ચ ઓપરેશન કરી રહી છે. દરમિયાન પોલીસને દહેજ પાસેના અટાલી ગામ નજીક 3 માળના અવાવરું મકાનમાંથી તથા તેની પાછળના ભાગમાંથી સળગેલી હાલતમાં કેટલાક હાડકાં મળ્યા હતા. જેને તપાસ માટે સુરત એફએસએલમાં તપાસ મોકલ્યા છે. આ હાડકા માનવ શરીરના હોવાની પોલીસને આશંકા છે. પોલીસે તત્કાલિક એફએસએલને બોલાવીને હાડકા તપાસ માટે મોકલ્યા છે. બીજી તરફ હાડકા મળી આવ્યા બાદ પોલીસ દ્વારા સ્વીટના પતિ એ.એ.દેસાઇના મોબાઈલ લોકેશનની તપાસ કરતા તે દિવસે એ.એ. દેસાઇનું મોબાઈલ લોકેશન અટાલી પાસે મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

દહેજની આસપાસનાં ગામોમાં પોલીસ 5 દિવસથી સર્ચ કરી રહી છે
વડોદરા જિલ્લાના કરજણની પ્રયોશા સોસાયટીમાં રહેતા વડોદરા જિલ્લા SOG પીઆઇ એ.એ. દેસાઇનાં પત્ની સ્વીટી મહેન્દ્રભાઇ પટેલ(ઉં.વ.37) ગત 5 જૂનની રાત્રે 1 વાગ્યાથી સવારે 8:30 વાગ્યાના અરસામાં ઘર છોડીને જતાં રહ્યાં હતાં. એક મહિના પછી પણ સ્વીટી પટેલની ભાળ ન મળતાં વડોદરા જિલ્લા પોલીસે શોધખોળ શરૂ કરી હતી. વડોદરા જિલ્લા પોલીસ દહેજ અને તેની આસપાસનાં ગામોમાં છેલ્લા 5 દિવસથી સર્ચ ઓપરેશન કરી રહી છે.

પોલીસની ટીમો છેલ્લા 5 દિવસથી દહેજ પંથકનાં ગામોમાં સર્ચ ઓપરેશન કરી રહી છે
પોલીસની ટીમો છેલ્લા 5 દિવસથી દહેજ પંથકનાં ગામોમાં સર્ચ ઓપરેશન કરી રહી છે

મોબાઇલ લોકેશન બાદ હવે FSL રિપોર્ટ પર નજર
વડોદરા જિલ્લાના એસઓજી પીઆઇ એ.એ. દેસાઇની પત્ની સ્વીટી પટેલના ગૂમ થવાના પ્રકરણમાં પોલીસને શનિવારે દહેજ નજીક કટારી ખાતેના એક અવાવરુંમાંથી સળગી ગયેલા હાડકા મળી આવ્યા હતા. હાડકાં મળી આવ્યા બાદ પોલીસ દ્વારા સ્વીટના પતિ એ.એ.દેસાઇના મોબાઈલ લોકેશનની તપાસ કરતા તે દિવસે એ.એ. દેસાઇનું મોબાઈલ લોકેશન અટાલી પાસે મળી આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.અટાલી પાસેથી મળી આવેલા જિલ્લા એસ.ઓ.જી.ના પી.આઇ એ.એ. દેસાઇનું મોબાઈલ લોકેશન મળી આવતા પોલીસને હવે અટારીના રૂમમાંથી મળી આવેલા નરકંકાલના રિપોર્ટ ઉપર મોટી આશા બંધાઈ છે. મળતી માહિતી મુજબ સોમવારે સાંજ સુધીમાં નરકંકાલનો રિપોર્ટ આવવાની શક્યતા છે.

વડોદરા-ભરૂચ પોલીસનું સર્ચ ઓપરેશન
જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપમાં ફરજ બજાવનાર પીઆઇ એ.એ.દેસાઈની પત્ની સ્વીટી મહેન્દ્ર પટેલ છેલ્લા 36 દિવસથી રહસ્યમય રીતે ગુમ થતાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. જેમાં છેલ્લા 5 દિવસથી દહેજ પંથકમાં વડોદરા જિલ્લા એલસીબી અને ભરૂચ પોલીસનો સ્ટાફ સર્ચ ઓપરેશનમાં લાગ્યો હતો. દરમિયાન શનિવારે બપોર બાદ દહેજ પાસેના અટાલી ગામ નજીક આવેલા 3 માળના અવાવરુ બિલ્ડિંગની શોધખોળ કરાતાં મકાનની અંદર તથા પાછળના ભાગેથી સળગેલી હાલતમાં કેટલાંક હાડકાં મળ્યાં હતાં, જેથી પોલીસ ચોંકી ઊઠી હતી.

વડોદરા જિલ્લા SOGના પીઆઇ એ.એ.દેસાઈ
વડોદરા જિલ્લા SOGના પીઆઇ એ.એ.દેસાઈ

હાડકાંને લેબોરેટરીમાં મોકલી તપાસ થશે
આ હાડકાં માનવ શરીરનાં છે કે, પ્રાણીઓનાં છે તે સહિતના મુદ્દા પર તપાસ કરવા માટે એફએસએલ અધિકારીઓની ટીમને બોલાવાઈ હતી. એફએસએલ દ્વારા હાડકાંના નમૂના એકત્ર કરીને તપાસ શરૂ કરાઇ હતી. પોલીસને હજી સુધી રાજ્યમાં ગુમ સ્વીટી પટેલની હયાતી અંગેનો કોઈ આધારભૂત પુરાવો મળ્યો નથી. તેથી હવે રાજ્યની બહાર તપાસનો દોર લંબાવાયો છે. બીજી તરફ ગાંધીનગર ખાતે પીઆઇ દેસાઈનો એસડીએસ ટેસ્ટ શુક્રવારે કરાયો હતો અને થોડા દિવસ બાદ પણ જરૂર પડ્યે ફરી સીડીએસ ટેસ્ટ કરાશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

પીઆઇ એ.એ.દેસાઈની પત્ની સ્વીટી મહેન્દ્ર પટેલ છેલ્લા 36 દિવસથી રહસ્યમય રીતે ગુમ છે
પીઆઇ એ.એ.દેસાઈની પત્ની સ્વીટી મહેન્દ્ર પટેલ છેલ્લા 36 દિવસથી રહસ્યમય રીતે ગુમ છે

બિનવારસી 17 મૃતદેહોની તપાસ કરાઈ
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, સ્વીટી પટેલના ગુમ થયા બાદ શોધખોળ કરાઇ હતી, જેમાં વિવિધ સ્થળોએ મળેલા બિનવારસી મૃતદેહોની પણ ચકાસણી કરાઇ હતી. અત્યાર સુધીની તપાસમાં પોલીસે શંકાસ્પદ રહેલા બિનવારસી 17 મૃતદેહોની તપાસ કરી હતી, પણ કોઇ કડી મળી ન હતી.

પોલીસે તત્કાળ એફએસએલને બોલાવીને ચકાસણી કરાવાની તજવીજ કરી
પોલીસે તત્કાળ એફએસએલને બોલાવીને ચકાસણી કરાવાની તજવીજ કરી
અન્ય સમાચારો પણ છે...