માતરિયા કબ્રસ્તાન ફુલ:નવી જગ્યાએ દફન વિધિ શરૂઃ છેલ્લા ચાર મહિનામાં કોરોના શંકાસ્પદો સહિત 265થી વધુ મૃતદેહો દફન કરાયા

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરના કારેલીબાગ વિસ્તારમાં કોરોનાના દર્દીઓ માટે જ પાલિકા દ્વારા ફાળવવામાં આવેલા માતરિયા કબ્રસ્તાનમાં છેલ્લા ચાર મહિનામાં 265થી વધુ મૃતદેહો દફન કરાતા તે ભરાઇ ગયા બાદ કબ્રસ્તાનની સામે આવેલી અન્ય જગ્યામાં પણ 50 કરતા વધુ મૃતદેહો દફન થઇ ચૂક્યાં છે. આ કબ્રસ્તાનમાં કોરોનાના મૃતદેહોની દફનવિધિના વ્યવસ્થાપન અને સંકલન સાથે સંકળાયેલી BDMAની એક્ઝિક્યુિટવ કમિટીના સભ્ય ઝુબેર ગોપલાનીએ જણાવ્યું કે, ‘હાલમાં હવે કોરોનાનો મૃત્યુદર ઓછો થઇ ગયો છે તેથી નવી જગ્યામાં ઘણી જમીન ખાલી હોવાથી એક વર્ષ સુધી કોઇ વાંધો આવે તેમ નથી. શહેરમાં અન્ય 6 કબ્રસ્તાનમાં પણ કોરોનાની શંકાસ્પદ મોતને દફન કરવાનું શરૂ કર્યું છે જેમાં દફન વિધિ માટેનો ખાડો 10 ફૂટ ઊંડો ખોદવાની શરત રાખવામાં આવી છે.’ ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ મહિના સુધી બહારગામથી આવતાં મુસ્લિમ દર્દીઓ પૈકીના ઘણા ખરા મોત અેવા લોકોના હતા જેમની દફનવિધિ વડોદરામાં જ કરવી પડે તેવી હતી. તે સમયે માત્ર માતરિયા કબ્રસ્તાન જ ફાળવેલું હોવાથી ત્યાં જ દફનવિધિ કરાતી હતી.

અન્ય સમાચારો પણ છે...