તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરીના આરોપી ઝડપાયા:વડોદરામાં કુરીયર કંપનીના ટેમ્પોમાંથી 3.57 લાખની કિંમતના 5 લેપટોપની ચોરી કરનાર બંટી-બબલી ઝડપાયા, નોકરીમાંથી કાઢી મૂકતા યુવાને ચોરીનો પ્લાન ઘડ્યો

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
5 લેપટોપની ચોરી કરનાર બંટી-બબલીને ગોત્રી પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા - Divya Bhaskar
5 લેપટોપની ચોરી કરનાર બંટી-બબલીને ગોત્રી પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા
  • નોકરીમાંથી કાઢી મૂક્યા બાદ યુવાને બદલાની ભાવનાથી ચોરી કરી હોવાનો ઘટસ્ફોટ થયો

વડોદરાના અકોટા ગોવર્ધનનાથજીની હવેલી રોડ પર આવેલા કોમ્પ્લેક્ષ પાસે કુરીયર કંપનીના ટેમ્પોમાંથી 3.57 લાખની કિંમતના 5 લેપટોપની ચોરી કરનાર બંટી-બબલીને ગોત્રી પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા છે. ચોરી કરનાર મુખ્ય આરોપી અગાઉ ડી.એચ.એલ. કુરીયર કંપનીમાં નોકરી કરતો હતો અને નોકરીમાંથી કાઢી મૂક્યા બાદ બદલાની ભાવનાથી ચોરી કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે.

કંપનીનો સામાન ટેમ્પોમાં મૂકીને ઓર્ડર પ્રમાણે ડિલિવરી કરે છે
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના નાના હબીપુરા ગામ સ્થિત ઠાકોર ફળિયામાં જયેશ રામચંદ્ર પાટણવાડીયા પરિવાર સાથે રહે છે અને તે પોર જીઆઇડીસીમાં આવેલી ડી.એચ.એલ. કુરીયર કંપનીમાં હિરેન અશ્વિનભાઇ મહેતાનો છોટા હાથી ટેમ્પોમાં ડ્રાઇવિંગ કરે છે. સાથે તેઓ કંપનીનો માલ સામાન ટેમ્પોમાં મૂકીને ઓર્ડર પ્રમાણે ડિલિવરી કરે છે. તેની સાથે તેના કાકાનો પુત્ર વરૂણ પાટણવાડીયા પણ કામ કરે છે.

વૈકુંઠ કોમ્પ્લેક્ષમાં ત્રીજા માળે સામાનની ડિલિવરી આપવાની હતી
1 સપ્ટેમ્બરના રોજ 11:30 વાગ્યાના સુમારે જયેશ પાટણવાડીયા અને તેના કાકાનો પુત્ર વરૂણ પાટણવાડીયા ટેમ્પોમાં એચ.પી. કંપનીના 8 લેપટોપ તેમજ અન્ય સામાન ભરીને ઓર્ડર પ્રમાણે ડિલિવરી આપવા માટે નીકળ્યા હતા. દરમિયાન રસ્તામાં એક માણેજા ખાતેની ઓફિસમાં એક લેપટોપની ડિલિવરી આપીને અકોટા ગોવર્ધનનાથજીની હવેલી રોડ ઉપર વૈકુંઠ કોમ્પ્લેક્ષમાં ત્રીજા માળે આવેલી ઓફિસમાં સામાનની ડિલિવરી આપવા માટે આવ્યા હતા.

5 લેપટોપ અને એક્ટિવા સહિત કુલ 3,67,222 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
5 લેપટોપ અને એક્ટિવા સહિત કુલ 3,67,222 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ટેમ્પોમાં 7 લેપટોપ પૈકી 5 લેપટોપ જણાઇ ન આવતા ડ્રાઇવર ચોંકી ઉઠ્યો
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે બપોરે 2 વાગ્યાના સુમારે જયેશ પાટણવાડીયા વૈકુંઠ કોમ્પ્લેક્ષના ત્રીજા માળે સામાનની ડિલિવરી આપીને અલકાપુરી સેવેક્ષ કંપનીમાં ડિલિવરી આપવા માટે ગયા હતા. તે સમયે ટેમ્પોમાં મૂકેલા 7 લેપટોપ પૈકી 5 લેપટોપ જણાઇ ન આવતા ચોંકી ઉઠ્યો હતો. દરમિયાન તેણે આ બનાવ અંગેની ફરિયાદ ગોત્રી પોલીસ મથકમાં નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

પોલીસે 3,67,222 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો
ગોત્રી પોલીસે તપાસ દરમિયાન લેપટોપની ચોરી કરનાર આરોપી મીતેશ મુકેશ પરમાર(રહે, 15, શિવલહેરી ભવન, ચામુંડાનગર-1, આજવા રોડ, વડોદરા) અને ભાવીકા ઉમેદભાઇ પઢિયાર(રહે, 258, સંતોષનગર, હાઇટેન્શન રોડ, ગોરવા, વડોદરા)ની ધરપકડ કરી હતી અને 5 લેપટોપ અને એક્ટિવા સહિત કુલ 3,67,222 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...