વિરોધ:બૂલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વડોદરાના ગોકુલ ભૈયાની ચાલીના રહીશોની આમરણ ઉપવાસની ચીમકી

વડોદરા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગોકુલ ભૈયાની ચાલીના રહીશોનો વળતર મુદ્દે વિરોધ

રેલવે પ્લેટફોર્મ 7ની સામે ગોકુલ ભૈયાની ચાલીમાં 80 વર્ષથી રહીશો રહે છે. આ રહીશો લાઈટ બિલ અને વેરો પણ ભરે છે, પરંતુ જમીનની માલિકી અન્યની હોવાથી બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ દ્વારા તેમનાં મકાનો તોડવાની સામે ઘર દીઠ 3 લાખ વળતર ચૂકવવાની જાહેરાત કરતાં આંદોલનના મંડાણ થયાં છે.

સ્થાનિક રહેવાસી રાજુ સરસે જણાવ્યા મુજબ ચાલીનાં 11 ઘરમાં 60 જેટલા લોકો રહે છે. જમીનની માલિકી માટે 2 જણ વચ્ચે વિવાદ છે. અમે વર્ષોથી રહીએ છીએ. અમે 3 લાખમાં ઘર ક્યાંથી મેળવીએ? 27મી સુધી ઘર ખાલી નહીં કરીએ તો પોલીસ દ્વારા મકાનનો કબજો લેવાની ચીમકી ઉચ્ચારી છે. સોમવારે ભાજપ પ્રમુખને મળીશું. યોગ્ય જગ્યાએ વસવાટ કે વળતર નહીં અપાય તો આ જગ્યાએ ભૂખ હડતાલ પર બેસીને મરતાં સુધી ખસીશું નહીં. મહિલાઓએ જણાવ્યું કે, અમારા છોકરા દસમામાં ભણે છે, તેમની પરીક્ષા છે, તેમને રાત્રે ઊંઘ આવતી નથી.

અન્ય સમાચારો પણ છે...