અમદાવાદ સુધીના 89 કિમીના રૂટની કામગીરી:બુલેટ ટ્રેન : 1 કિમીના રૂટમાં 25 પિલરનો સપોર્ટ

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ - વડોદરા બુલેટ ટ્રેનની કામગીરીએ ગતિ પકડી છે. પિલર અને ટ્રેક ઉભા કરવાનું વડોદરાથી અમદાવાદ સુધીનું સી 6 પેકેજ છે. જેમાં છાણીથી અમદાવાદ તરફ એક કિલોમીટર સુધી 25 પિલર ઉભા કરી દેવાયા છે. આ કામગીરી વડોદરા ચીફ પ્રોજેકટ મેનેજેરની દેખરેખમાં કરાઇ રહી છે. જે અમદાવાદ રિંગ રોડ સુધી કરવામાં આવશે. હાલ ઉભા કરાયેલા પિલર ઉપર ગડર લોન્ચિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. 9 હજાર કરોડના આ પ્રોજેકટને 2025 સુધીમાં પૂરો કરવાનો લક્ષ્યાંક નકકી કરાયો છે.

અમદાવાદ મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેકટનું સિવિલ વર્ક મુંબઇમાં જમીન સંપાદનના પ્રશ્નને કારણે તેમજ વડોદરામાં એલાઇમેન્ટ બદલાયુ હોવાથી 3 ભાગમાં ડિવાઇડ કરવામાં આવ્યું છે. સિવિલ 4 પેકેજ મકરપુરાથી વાપી તરફ 25 હજાર કરોડના ખર્ચે થનાર છે. જયારે છાણીથી અમદાવાદ તરફના પેકેજની કામગીરી ઝડપભેર કરાઇ રહી છે. પ્રાથમિક તબક્કે વલસાડ વાપી વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવાનું હાલમાં આયોજન છે. જેને લઇને 75 પિલર ઉભા કરી દેવાયા છે. આના ઉપર ટ્રેક લગાડવા માટે ખાસ યાર્ડ બનાવી નજીકમાં સુવિધા ઉભી કરવામાં આવી છે. વડોદરામાં છાણી પાસે ટ્રેક માટેના ગડર તૈયાર કરવામાં આવી રહ્યા છે.

વડોદરા સ્ટેશન પર પાઇલિંગ
બુલેટ ટ્રેન પ્રોજેકટમાં વડોદરાના 8 કિલોમીટરના રૂટ પર રેલવે સ્ટેશન પાસે સ્ટેશન તૈયાર કરાશે. જેના માટે 5 પિલર ઉભા કરવા માટે પાઇલિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. શહેરનું સૌથી મોટુ કોંક્રીટ મશીન અા કામગીરીમાં જોડી દેવાયું છે.

9000
કરોડના ખર્ચે 89 કિમીનું સિવિલ વર્ક 2025 સુધીમાં પૂરુ કરવાનો લક્ષ્યાંક

25
પિલર ઉભા કરાયા
(4X4ની પહોળાઇ, 12મીટરની ઊંચાઇ)

89
કિલોમીટરનો રૂટ છાણીથી અમદાવાદ સુધી ( સી-6 પેકેજ)

98%
જમીન સંપાદન અમદાવાદથી વડોદરા સુધીમાં કરાયું

અન્ય સમાચારો પણ છે...