તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:મહિલાને બચકું ભરનાર બિલ્ડર પુત્રીની ધરપકડ

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • વ્રજસિદ્ધિ ટાવરમાં મહિલા તબીબ સાથે તકરાર, નવાપુરા પોલીસે બે જણ સામે ગુનો નોંધ્યો હતો

મહિલા તબીબને બચકું ભરી તેની સાથે ઝઘડો કરવાના કેસમાં બિલ્ડર પુત્રીની ધરપકડ બાદ ફરાર આરોપી આદિત્ય દુબેને પણ નવાપુરા પોલીસે ઝડપી લીધો છે. ઉલ્લેખનિય છે કે, મહિલા તબીબે બાકી ભાડું અને વેરાની ચૂકવણી કરી દીધી હોવા છતાં બિલ્ડર પુત્રીએ દવાખાનામાંથી સામાન લેવા દીધો ન હતો. ઉલ્લેખનિય છે કે, સમા-સાવલી રોડ પર રહેતાં ડો. મેઘાબેન પટેલે 4 વર્ષ અગાઉ રાજમહેલ રોડ સ્થિત વ્રજસિદ્ધિ ટાવરના પાંચમા માળે રામ ગોકુલ ક્લિનિક નામથી ભાડેથી દવાખાનું ચલાવતાં હતાં. દરમિયાન અંગત કારણસર અમદાવાદ જવાનું થતાં દવાખાનું દોઢ વર્ષ બંધ રાખ્યું હતું.

દોઢ વર્ષ બાદ ક્લિનિકનું બાકી રહેલું ભાડું અને વેરો મળી કુલ 1.75 લાખ મહિલા ડોક્ટરે 21 ડિસેમ્બરે ચૂકવી દીધા હતા.25 ડિસેમ્બરે મહિલા ડોક્ટર મિત્ર આરતી પરમાર સાથે ભાડાનો ટેમ્પો કરી વ્રજસિધ્ધી ટાવર ખાતે સામાન લેવા પહોચતા બિલ્ડર પુત્રી પ્રિયા પટેલે ક્લિનીકની ચાવી ન આપી મહિલા તબીબની માતાને ફોન પર ગમે તેમ વાક્યો બોલ્યાં હતાં. પોતાનો ફોન લેવા જતાં મહિલા તબીબના બાવડા પર બિલ્ડર પુત્રીએ બચકું ભરી દીધું હતું. જ્યારે બિલ્ડર પુત્રીની ઓફિસમાં કામ કરતા આદિત્ય દુબેએ મહિલા ડોક્ટરને ધક્કો મારી પકડી રાખ્યાં હતાં. મહિલા ડોક્ટરે આ ઘટના અંગે નવાપુરા પોલીસ સ્ટેશન બિલ્ડર પુત્રી પ્રિયા પટેલ, આદિત્ય દુબે વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો